જાન્યુઆરી ૩૧
૩૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૪૭ – લંડન લોક હોસ્પિટલમાં સૌ પ્રથમ ગુપ્તરોગ સારવાર કેન્દ્ર શરૂ થયું.
- ૧૯૫૧ – કોરિયન યુદ્ધને લગતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ક્રમાંક ૯૦ને સ્વીકારવામાં આવ્યો.
- ૧૯૬૮ – નૌરુએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મેળવી.
- ૧૯૬૯ – બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (બનાસ ડેરી) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી.
- ૨૦૨૦ – ૪૭ વર્ષ સુધી સભ્ય રાષ્ટ્ર રહ્યા પછી પ્રજામત ૨૦૧૬ના આધારે યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૬૫ – શાસ્ત્રીજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી અને બીએપીએસના સ્થાપક (અ. ૧૯૫૧)
- ૧૯૨૩ – સોમ નાથ શર્મા, ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ વ્યક્તિ (અ. ૧૯૪૭)
- ૧૯૨૯ – રુડૉલ્ફ મોસબાઉઅર, જર્મન ભૌતિકશાત્રી (અ. ૨૦૧૧)
- ૧૯૭૫ – પ્રીટિ ઝિન્ટા, ભારતીય અભિનેત્રી, નિર્માતા અને ટેલિવિઝન હોસ્ટ
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૬૧ – કૃષ્ણસિંહ, ભારતીય રાજકારણી, બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન (જ. ૧૮૮૭)
- ૧૯૬૯ – મેહર બાબા, ભારતીય આધ્યાત્મિક ગુરુ (જ. ૧૮૯૪)
- ૨૦૦૪ – સુરૈયા, ભારતીય અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા (જ. ૧૯૨૯)
- ૨૦૦૫ – મકરંદ દવે, ગુજરાતી ભાષાના કવિ (જ. ૧૯૨૨)
- ૨૦૧૨ – મણિરામ બાગરી, ભારતીય વકીલ અને રાજકારણી (જ. ૧૯૨૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૦૧ ના રોજ વેબેક મશિન
આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.