For faster navigation, this Iframe is preloading the Wikiwand page for અમદાવાદની ગુફા.

અમદાવાદની ગુફા

અમદાવાદની ગુફા
બહારથી ડોમનો દેખાવ
અમદાવાદની ગુફા
નકશો
ભૂતપૂર્વ નામહુસૈન-દોશીની ગુફા
સામાન્ય માહિતી
સ્થિતિપૂર્ણ
સ્થાપત્ય શૈલીઆધુનિક સ્થાપત્યકલા,
નવીન સ્થાપત્યકલા
સ્થાનઅમદાવાદ
સરનામુંલાલભાઈ દલપતભાઈ કેમ્પસ,
સેપ્ટ યુનિવર્સિટીની નજીક,
ગુજરાત યુનિવર્સિટીની સામે,
યુનિવર્સિટી રોડ
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
બાંધકામની શરૂઆત૧૯૯૨
પૂર્ણ૧૯૯૫
અસીલએમ. એફ. હુસૈન
રચના અને બાંધકામ
સ્થપતિબી. વી. દોશી
સ્થપતિ કાર્યાલયવાસ્તુ શિલ્પ કન્સલ્ટન્ટ
અન્ય રચનાકારોએમ. એફ. હુસૈન

અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બી. વી. દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો સંયોગ છે.[] તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.[]

અહીં પ્રદર્શન માટે અલગ કલાભવન અને નાનું કાફે પણ છે. તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે.[]

નામકરણ

[ફેરફાર કરો]

તેના ગુફા જેવા દેખાવ કારણે અને તેને બનાવનારા સ્થપતિ અને ચિત્રકાર પરથી હુસૈન-દોશીની ગુફા નામ આપવામાં આવ્યું હતું. પછીથી અમદાવાદને અનુલક્ષીને અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.[][]

ગિરનારના જૈન દેરાસરોમાં ચાઈના મોઝેઈક ટાઈલ્સ વડે ઢંકાયેલી છત

સાબુના પાણીના પરપોટા અને કાચબાના કવચ પરથી તેના છતના ઘુમ્મટો, ગિરનારના જૈન દેરાસરો પરથી ચાઈના મોઝેઈક ટાઈલ્સ વડે ઢંકાયેલી છતની પ્રેરણા મળી હતી. અજંતા-ઈલોરાની બૌદ્ધ ગુફાઓથી તેમને અંદરથી ગુફા જેવું માત્ર વર્તુળો અને વળાંકોથી બનેલું સ્થાપત્ય બનાવવાની પ્રેરણા મળી. છત પરનો નાગ હિંદુ પુરાણ કથાઓના શેષનાગથી પ્રેરિત છે. તેની અંદરના થાંભલા વૃક્ષો અને સ્ટોનહેજથી પ્રેરિત છે. ગુફાની અંદરની દીવાલો પર ચિત્રો દોરવાની પ્રેરણા પ્રાગૈતિહાસિક ગુફાચિત્રો પરથી મળી.[][][][]

બાંધકામ

[ફેરફાર કરો]

અમદાવાદની મુલાકાત દરમિયાન એમ. એફ. હુસૈનના કહેવાથી આ કળા ભવન બનાવવાનું વિચારવામાં આવ્યું. તે અમદાવાદની ઊનાળાની ગરમીને અનુરૂપ જમીનની અંદર હોય તેવું નક્કી કરવામાં આવ્યું.[][] અનિયમિત આકારની આ રચના તૈયાર કરવા કમ્પ્યુટરની મદદ લેવામાં આવી હતી.[][][૧૦] પરંપરાગત રીતે પાયો નાખવાને બદલે તારની જાળી અને સિમેન્ટનો ઉપયોગ કરીને તળિયું બનાવવામાં આવ્યું.[][] સંપૂર્ણ સ્થાપત્ય પોતાનો ભાર જાતે ખમી શકે તે માટે તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે સ્થાપત્યનો દરેક ભાગ બીજા ભાગ સાથે સળંગ હોય. માત્ર એક ઇંચ જાડી દીવાલ ફેરોસીમેન્ટ રીતથી બનાવવામાં આવી જેથી સ્થાપત્યનું વજન ઓછું રહે. આ ગુફા નિરક્ષર આદિવાસી મજુરો દ્વારા માત્ર હાથે વપરાતા સાધનોથી બનાવવામાં આવી છે. તોડેલા સિરામિકના વાસણો અને નકામી ટાઈલ્સનો ઉપયોગ કરી તેના ગુંબજોને ઢાંકવામાં આવ્યા છે જે વિશાળ સાપનું ચિત્ર સાંકળી લેવામાં આવ્યું છે.[][][]

કાર્ય બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું: પહેલા તબક્કામાં મુખ્ય ગુફા જેવું બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજા તબક્કામાં આજુબાજુનું કામ જેવું કે કાફે અને અલગ કળા પ્રદર્શન ગૃહ બનાવવાનું આટોપવામાં આવ્યું હતું.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]
અમદાવાદની ગુફાનો બહારનો દેખાવ

પ્રદર્શનની જગ્યા અંશત: જમીનની નીચે છે. અડધા છુપાવેલા પગથિયા તેના ગોળાકાર દરવાજા તરફ દોરી જાય છે. તે ચિત્રોના પ્રદર્શન માટે બનાવવામાં આવેલી હોવા છતાં તેની દીવાલો સપાટ હોવાના બદલે ગોળાકાર છે જે ઉપરના ઘુમ્મટ થી લઈને તળિયા સુધી સળંગ છે. આ ઘુમ્મટ અંદરથી કુદરતી ગુફાઓની જેમ અનિયમિત થાંભલાઓથી આધાર મેળવે છે. તેઓ ઝાડના થડ જેવા દેખાય છે.[] સંપૂર્ણ રચના ગોળાકાર અને વળાંકોના ઉપયોગથી બનાવાઈ છે. ઘુમ્મટમાં રહેલા છિદ્રો દ્વારા પ્રકાશ ગુફામાં દાખલ થાય છે અને જમીન પર કુંડાળા રચે છે જે સમય સાથે પોતાનું સ્થાન સુર્યની ગતિ મુજબ બદલે છે.[][][][]

હુસૈને ગુફાની દિવાલોનો કેનવાસની જેમ ઉપયોગ કરી પર ઘેરા રંગો અને જાડી રેખાઓથી ચિત્રો બનાવ્યા છે. તેમાં માનવ અને પ્રાણીઓના આકારો મુખ્ય છે. તેમના પ્રખ્યાત ઘોડાના ચિત્રો પણ છે. તેમણે કાચના દરવાજા અને એર કંડીશનર પણ રંગ્યા છે. આ ચિત્રો પ્રાગૈતિહાસિક યુગના ગુફાચિત્રો લાગે છે તેમને કેટલા ધાતુના માનવ આકારો પણ અહીં મૂક્યા છે.[] તેમનું સૌથી મોટું શેષનાગ કલાચિત્ર જે 100 feet (30 m)100 ફીટનું છે તે અહીં બનાવેલું છે.[]

પ્રદર્શન

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Lang, Jon T. (૨૦૦૨). Concise History Of Modern Indian Architecture. Orient Blackswan. પૃષ્ઠ ૧૬૪. ISBN 8178240173. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Hussain Doshi Gufa". Gujarat Tourism. મૂળ માંથી 2010-12-12 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
  3. Mulchandani, Anil (૧૪ જુલાઇ ૨૦૧૧). "Art struck". India Today. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Husain, Maqbul Fida; Doshi, Balkrishna V. (૨૦૦૮). Amdavad-ni-gufa. Vāstu Shilpā Foundation. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Sharp, Dennis (૨૦૦૨). 20th Century Architecture: A Visual History. Images Publishing. પૃષ્ઠ ૪૪૦. ISBN 1864700858. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
  6. Rattenbury, Kester; Bevan, Rob; Long, Kieran (૨૦૦૬). Architects Today. Laurence King Publishing. પૃષ્ઠ ૪૬–૪૭. ISBN 1856694925. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ Waters, John Kevin (૨૦૦૩). Blobitecture: Waveform Architecture and Digital Design. Rockport Publishers. પૃષ્ઠ ૧૮૩. ISBN 1592530001. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "Tracing MF Husain's footprints in Ahmedabad". DNA. ૧૦ જૂન ૨૦૧૧. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ "Amdavad ni Gufa". Indian Architects. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
  10. "Hussain Doshi Gufa". ahmedabad.org.uk. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.


{{bottomLinkPreText}} {{bottomLinkText}}
અમદાવાદની ગુફા
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?