For faster navigation, this Iframe is preloading the Wikiwand page for એલિસ બ્રિજ.

એલિસ બ્રિજ

સ્વામી વિવેકાનંદ પુલનો નવા પુલથી દેખાવ

એલિસ બ્રિજઅમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આ કમાન ધરાવતો પુલ અમદાવાદનો પ્રથમ પુલ હતો, જે ૧૮૯૨માં બાંધવામાં આવ્યો હતો. પાછળથી ૧૯૯૭માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું. તેમ છતાં, હજી તે એલિસ બ્રિજ તરીક જ ઓળખાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બ્રિટિશરો દ્વારા મૂળ લાકડાનો પુલ ૧૮૭૦-૭૧ની સાલમાં ૫૪,૯૨૦ પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. કાંઠા પરના બે ભાગ સિવાય આખો પુલ ૧૮૭૫ ના પૂરમાં નાશ પામ્યો.[] સ્ટિલનો નવો પુલ ૧૮૯૨માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવ્યો અને સર બરો હેલબર્ટ એલિસ, જેઓ ઉત્તર વિભાગના કમિશ્નર હતા, પરથી એલિસ બ્રિજ નામ પાડવામાં આવ્યું. આ પુલનું સ્ટિલ બર્મિંગહામમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હિંમતલાલે આ પુલનું બાંધકામ ૪,૦૭,૦૦૦ રૂપિયામાં કર્યું જે ૫,૦૦,૦૦૦ ના પ્રસ્તાવિત ખર્ચ કરતાં ઓછા હતાં. સરકારને આ પરથી શંકા આવી અને હિંમતલાલે ઉતરતી કક્ષાનો માલ-સામાન વાપર્યો છે એવું વિચાર્યું. આના માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી અને તપાસમાં તારણ આવ્યું કે વાપરેલો માલ-સામાન ઉચ્ચ કક્ષાનો છે. સરકારના રૂપિયા બચાવવા માટે હિંમતલાલને રાવ સાહેબનો ઇકલાબ એનાયત થયો.[][]

સંસ્કાર કેન્દ્રમાં રહેલો એલિસ બ્રિજની સ્થાપના તકતી

એલિસ બ્રિજની સ્થાપના તકતી પાછળથી સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં ખસેડવામાં આવી. તેમાં આ પ્રમાણે લખેલું છે, The Ellis Bridge - So named by Government after Sir Barrow Helbert Ellis : K.G.S.I. was built in 1869 and 1870. At a cost of Rs:549,210 destroyed by the great flood of 22 September 1875 and rebuilt in 1890 and 1895 by Government, Local Bodies and Private Subscribers. At a further cost of Rs. 407,564. This the First Stone of the new bridge was laid by His Excellency Donald James eleventh Lord Reay C.C.I.E.LL.D. Governor of Bombay 19 December 1889.

મહાત્મા ગાંધીના દાંડી સત્યાગ્રહની ઘોષણા જોવા માટે ૮ માર્ચ ૧૯૩૦ ના રોજ હજારો લોકો આ પુલ પર એકઠાં થયેલા.[]

૧૯૭૩, ૧૯૮૩, ૧૯૮૬માં આ પુલને તોડી પાડવાના પ્રસ્તાવો નકારી કાઢવામાં આવ્યા હતા. પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ અને તેની આજુ-બાજુનો વિસ્તાર, માણેક બુરજ અને સાબરમતી નદીમાં પાણીનો નિકાલ કરતી પદ્ધતિને મે, ૧૯૮૯માં આરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા.[]

મૂળ પુલ એ સાંકડો હતો અને વધતાં જતાં વાહનો માટે યોગ્ય ન હતો તેથી તેને ૧૯૯૭માં બંધ કરવામાં આવ્યો. તેની બંને બાજુ નવો પુલ ૧૯૯૯માં ૧૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો અને જૂના પુલને સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યો. બાંધકામ બાદ માણેક બુરજ અને ગણેશ બારીને વધુ જગ્યા માટે ફરી બાંધવામાં આવ્યા હતા. નવા પુલને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું હતું.[][][]

પુન: બાંધકામ

[ફેરફાર કરો]
સાંજના સમયે એલિસ બ્રિજ

એવું જાણવા મળ્યું કે પુલના સ્ટિલના થાંભલાઓ સાબરમતી નદીના પ્રદૂષણને કારણે કાટ પામવા લાગ્યા છે. તજજ્ઞોએ પુલની મજબૂતી માટે ૨૦૧૨માં તેને તોડી પાડવાનું સૂચન આપ્યું, કારણ કે નવો પુલ બાંધવાનું વધારે સસ્તું પડે તેમ હતું. પહેલાં બીઆરટીએસને નવા પુલ પર દોડાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને સ્ટિલની કમાનો ને નવા પુલ પર ખસેડવાનું સૂચવવામાં આવ્યું.[][][] પાછળથી કોર્પોરેશને નવા પુલનો પ્રસ્તાવ પડતો મૂક્યો.[][]

સાંસ્કૃતિક મહત્વ

[ફેરફાર કરો]

આ ૧૨૦ વર્ષ જૂનો પુલ અમદાવાદની ઓળખ બની રહ્યો છે.[][] તેનુ દ્રશ્ય કાઇ પો છે! (૨૦૧૩) અને કેવી રીતે જઈશ? (૨૦૧૨) ફિલ્મોમાં દેખાડવામાં આવ્યા હતા. એલિસ બ્રિજની પશ્ચિમ બાજુએ કર્ણાવતી આર્ટ ગેલેરી આવેલી છે, જ્યાં અવારનવાર સાંસ્કૃૃતિક અને કલા પ્રદર્શનો યોજાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૨૭.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Bridges - To past, present & Future". Ahmedabad Mirror. ૪ ફેબ્રુઆરી ૨૦૧૦. મૂળ માંથી 2013-11-03 પર સંગ્રહિત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩.
  3. "On heritage day eve, Ahmedabad burns its bridge with Gandhi". The Times of India. ૧૮ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ John, Paul (૧૭ એપ્રિલ ૨૦૧૨). "Ellisbridge may go Hope Bridge way". The Times of India. મૂળ માંથી 2013-11-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩.
  5. ૫.૦ ૫.૧ John, Paul (૨ સપ્ટેમ્બર ૨૦૧૧). "Hope lies in Ellisbridge". The Times of India. મૂળ માંથી 2013-11-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩.
  6. Shastri, Parth (૨૭ ફેબ્રુઆરી ૨૦૧૧). "Ahmedabad says abracadabra". Times of India Publications. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૧૫.
  7. Paul John (૨૦ એપ્રિલ ૨૦૧૦). "Ellisbridge to go & come back as BRTS route". The Times of India. મૂળ માંથી 2011-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-15.
  8. "No plan to demolish Ellisbridge: AMC". Daily News and Analysis. ૧૮ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩.
  9. "Old Ellisbridge to make way for new one". Daily News and Analysis. ૨૩ એપ્રિલ ૨૦૧૩. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૩.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
એલિસ બ્રિજ
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?