For faster navigation, this Iframe is preloading the Wikiwand page for માતંગિની હાઝરા.

માતંગિની હાઝરા

માતંગિની હાઝરા
જન્મની વિગત(1870-11-17)17 November 1870
તમલુક, બંગાળ પ્રાંત, બ્રિટિશ ભારત.
મૃત્યુની વિગત29 September 1942(1942-09-29) (ઉંમર 71)
તમલુક, બંગાળ પ્રાંત, બ્રિટિશ ભારત.
મૃત્યુનું કારણઅંગ્રેજ સરકાર દ્વારા છોડવામાં આવેલી ગોળી
જન્મ સમયનું નામমাতঙ্গিনী হাজরা
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

માતંગિની હઝરા (૧૭ નવેમ્બર ૧૮૭૦ [] - ૨૯ સપ્ટેમ્બર ૧૯૪૨ [] ) એક ભારતીય ક્રાંતિકારી હતા. તેમણે પોતાના મૃત્યુ પર્યંત ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. બ્રિટિશ ઇન્ડિયન પોલીસ દ્વારા તમલુક પોલીસ સ્ટેશન સામે (તે સમયના મિદનાપુર જિલ્લામાં) તેમના પર ૨૯ સપ્ટેમ્બર ૧૯૪૨ ના દિવસે ગોળી ચલાવવામાં આવી હતી. તેમને પ્રેમથી ગાંધી બૂરી (ગાંધી બુઢ્ઢી, વૃદ્ધ ગાંધી મહિલા માટેનો બંગાળી શબ્દ ) તરીકે જાણીતી હતી . []

પ્રારંભિક જીવન અને સ્વતંત્રતા ચળવળમાં સહભાગ

[ફેરફાર કરો]

તેણીના પ્રારંભિક જીવન વિશે વધુ જાણકારી નથી, સિવાય કે તેમનો જન્મ ૧૮૬૯માં તમલુક નજીકના નાના ગામ હોગલામાં થયો હતો, અને તે એક ગરીબ ખેડૂતની પુત્રી હોવાને કારણે, તેમને ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું.[] તેમના લગ્ન વહેલા થયાં હતાં અને કોઈ સંતાન વિના તે અઢાર વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ હતી.[]

ઈ.સ. ૧૯૦૫ માં, તેમણે એક ગાંધીવાદી તરીકે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે રસ લેવો શરૂ કર્યો.[] મિદનાપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની નોંધપાત્ર વિશેષતા મહિલા સત્યાગ્રહીઓનો સહભાગ હતો.[] ઈ.સ. ૧૯૩૨ માં, તેમણે સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો અને મીઠાનો કાયદો તોડવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે તે કર નાબૂદ કરવા માટે તેમણે વિરોધ ચાલુ રાખ્યો હતો તેથી તેમની ફરી ધરપકડ કરાઈ, તેમને બહરામપુર ખાતે છ મહિના માટે જેલમાં રાખવામાં આવ્યા હતા.[] છૂટા થયા પછી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય સભ્ય બન્યા હતા અને પોતાની ખાદી જાતે કાંતવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. ઈ.સ. ૧૯૩૩ માં તેમણે શ્રીરામપૂર ખાતેની પેટા વિભાગીય કોંગ્રેસ પરિષદમાં હાજરી આપી હતી અને પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠી મારમાં તેઓ ઘાયલ થયા ગઈ હતા.

ભારત છોડો આંદોલનમાં સહભાગ

[ફેરફાર કરો]

ભારત છોડો આંદોલનના ભાગ રૂપે, કોંગ્રેસના સભ્યોએ મિદનાપુર જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને અન્ય સરકારી કચેરીઓ કબ્જે કરીને જાતે ચલાવવાની યોજના બનાવી.[] જિલ્લામાં બ્રિટીશ સરકારને ઉથલાવીને અને સ્વતંત્ર ભારતીય રાજ્યની સ્થાપના માટે આ એક પગલું હતું. હઝરા તે સમયે ૭૧ વર્ષના હતા, તમલુક પોલીસ મથક હસ્તક કરી સંભાળવાના હેતુથી છ હજાર સમર્થકો, મોટે ભાગે મહિલા સ્વયંસેવકોના મોરચાની આગેવાની હઝરાએ કરી હતી.[] [] જ્યારે સરઘસ નગરની હદ સુધી પહોંચ્યું, ત્યારે તેમને ક્રાઉન પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૪ હેઠળ વિખરાઈ જવાનો આદેશ આપ્યો હતો. તેણી આગળ વધી કે તરત જ, તેમના પર ગોળી છોડવામાં આવી. તે વધુ આગળ વધી અને પોલીસને ભીડ પર ગોળીબાર ન કરવા અપીલ કરી.

તમલુક સમાંતર રાષ્ટ્રીય સરકારના અખબાર બિપ્લાબી એ આ પ્રમાણે ટિપ્પણી કરી:

માતંગિનીએ ગુના અદાલત ઈમારતની ઉત્તરેથી મોરચો આગળ શરૂ કર્યો; ગોળીઓ છોડવાની શરૂઆત થવા છતાં તેણે હાથમાં ત્રિરંગો પકડી આગળ વધવાનું ચાલુ રાખ્યું, અને સ્વયંસેવકોને પાછળ રહેવા જણાવ્યું. પોલીસે તેમના પર ત્રણા વખત ગોળી છોડી. કપાળમાં જખમો છતાં તેમણે આગળ વધવાનું ચાલુ રાખ્યું.[]

તેને ગોળી વાગી હોવા છતાં તેણી વંદે માતરમ્, "માતૃભૂમિનો જયકાર" રટતી રહી. તેણીએ રાષ્ટ્રિય કોંગ્રેસના ધ્વજને પછી પણ ઉંચો ફરતો રાખ્યો.[] [] []

કોલકાતાના મેદાન પર હજીરાની પ્રતિમા

સમાંતર તમલુક સરકારે તેમના "તેમના દેશ માટે શહાદત" ની પ્રશંસા કરીને ખુલ્લા બળવો વહોર્યો હતો અને બે વર્ષ ચાલી હતી. ઈ.સ. ૧૯૪૪ માં ગાંધીજીએ તેને બંધ કરવાની વિનંતિ કરતા તે બંધ કરી દેવાઈ.[]

ભારતે ૧૯૪૭ માં આઝાદી મેળવી અને અસંખ્ય શાળાઓ, વસાહતો અને શેરીઓનું નામ હજારાના નામ પર રાખવામાં આવ્યું. સ્વતંત્ર ભારતમાં કોલકાતામાં સ્થાપિત મહિલાની પ્રથમ પ્રતિમા ૧૯૭૭ માં હજીરાની હતી. [] તમલુકમાં તેની હત્યા કરાઈ તે સ્થળે હવે એક પ્રતિમા ઊભી છે. [] ઈ.સ. ૨૦૦૨ માં, ભારત છોડો આંદોલન નામની એક શ્રેણીના ભાગ રૂપે અને તમલુક રાષ્ટ્રીય સરકારની રચના સાઠ વર્ષ નિમિત્તે, ભારત ટપાલ વિભાતે પાંચ રૂપિયાના મૂલ્યની માતંગી હઝરાના ચિત્રની ટપાલ ટિકિટ જાહેર કરી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "বিপŕ§?ŕŚ˛ŕŚŹŕ§€ ŕŚŽŕŚžŕŚ¤ŕŚ™ŕ§?ŕŚ—ŕŚżŕŚ¨ŕ§€ ŕŚšŕŚžŕŚœŕŚ°ŕŚž". Biplobiderkotha.com. 2010-10-19. મૂળ માંથી 2021-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-10-03.
  2. "মাতঙ্গিনী হাজরা". Amardeshonline.com. 2010-09-29. મેળવેલ 2012-10-03.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ Amin, Sonia (2012). "Hazra, Matangini". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Maity, Sachindra (1975). Freedom Movement in Midnapore. Calcutta: Firma, K.L. પૃષ્ઠ 112–113.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Chakrabarty, Bidyut (1997). Local Politics and Indian Nationalism: Midnapur (1919-1944). New Delhi: Manohar.
  6. ૬.૦ ૬.૧ Chakrabarty, Bidyut (1997). Local Politics and Indian Nationalism: Midnapur (1919-1944). New Delhi: Manohar. પૃષ્ઠ 167.
  7. catchcal.com (2006). "At first in Kolkata". મેળવેલ 2006-09-29.
  8. Haldia Development Authority (2006). "Haldia Development Authority". મૂળ માંથી 31 October 2006 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-29.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
માતંગિની હાઝરા
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?