For faster navigation, this Iframe is preloading the Wikiwand page for અશફાક ઊલ્લા ખાન.

અશફાક ઊલ્લા ખાન

અશફાક ઊલ્લા ખાન
અશફાક ઊલ્લા ખાન
જન્મની વિગત(1900-10-22)22 October 1900
શાહજહાંપુર, ઉત્તર પશ્ચિમ પ્રાંતના, બ્રિટીશ ભારત
મૃત્યુ19 December 1927(1927-12-19) (ઉંમર 27)
ફૈઝાબાદ, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોઅશફાક ઊલ્લાહ ખાન
સંસ્થાહિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન
પ્રખ્યાત કાર્યભારતીય સ્વાતંત્ર્ય સેનાની

અશફાકુલ્લા ખાન (૨૨ ઓક્ટોબર ૧૯૦૦ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સહ-સ્થાપક હતા.[][]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

અશફાક ઊલ્લા ખાનનો જન્મ બ્રિટીશ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતના શાહજહાંપુરમાં, શફીકુલ્લાહ ખાન અને મઝરૂનિસ્સા ને ઘેર થયો હતો. તેઓ તેમના છ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા.[] []

ઈ.સ. ૧૯૨૦માં મહાત્મા ગાંધીએ ભારતમાં બ્રિટીશ શાસન સામે અસહકારની ચળવળ શરૂ કરી હતી, પરંતુ ઈ.સ. ૧૯૨૨માં ચૌરી ચૌરા કાંડ બાદ મહાત્મા ગાંધીએ આ આંદોલન પાછું ખેંચી લેવાનું નક્કી કર્યું. તે સમયે અશફાક ઉલ્લા સહિત ઘણા યુવાનો હતાશ થઈ ગયા હતા. તે જ વખતે અશફાક ઉલ્લા ખાને સમાન વિચારધારા ધરાવતા સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું જેના પરિણામે ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની રચના થઈ. આ સંગઠનનો હેતુ સ્વતંત્ર ભારત હાંસલ કરવા માટે સશસ્ત્ર ક્રાંતિઓનું આયોજન કરવાનો હતો.[] []

કાકોરી ટ્રેન લૂંટ

[ફેરફાર કરો]

પોતાની કાર્યવાહીને વેગ આપવા અને પ્રવૃત્તિઓને આગળ વધારવા, શસ્ત્રો અને દારૂગોળો ખરીદવા માટે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના ક્રાંતિકારીઓએ ૮ ઓગસ્ટ ૧૯૨૫ ના રોજ શાહજહાંપુરમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. ઘણા વિચાર વિમર્શ બાદ ટ્રેનોમાં લઈ જવાતા સરકારી ખજાનાને લૂંટવાનો નિર્ણય લેવામાં આવ્યો. ૯ ઑગસ્ટ ૧૯૨૫ ના દિવસે, અશફાક ઊલ્લા ખાન અને અન્ય ક્રાંતિકારીઓ, જેમ કે રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, ઠાકુર રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, ચંદ્રશેખર આઝાદ, કેશબ ચક્રવર્તી, બનવારી લાલ, મુકુન્દી લાલ, મનમથનાથ ગુપ્તાએ લખનૌ નજીક કાકોરીમાં બ્રિટિશ સરકારનું નાણું લઇ જતી ટ્રેનને લૂંટી હતી.[]

બ્રિટિશ સરકારે એક મોટી તપાસ જાળી ફેલાવી રાખી હતી તેમ છતાં પણ ટ્રેન લૂંટાયા બાદ એક મહિનો વીતી ગયા છતાં પણ કોઈ પણ ધરપકડ કરી શકાઈ ન હતી.[] ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૫ ની સવારે બિસ્મિલને પોલીસે પકડ્યો હતો. છેવટે પોલીસ દ્વારા ન પકડી શકાયેલા અશફાક ઊલ્લા ખાન એક માત્ર ક્રાંતિકારી રહ્યા હતા. તેઓ ગુપ્તવાસમાં ચાલ્યા ગયા, બિહારથી તેઓ બનારસ ગયા, જ્યાં એમણે ૧૦ મહિના સુધી એક ઇજનેરી કંપનીમાં કામ કર્યું. સ્વતંત્રતા સંગ્રામમાં વધુ ઉપયોગી થવાના ઉદ્દેશ્યથી વધુ ઇજનેરી શીખવા માટે તેઓ વિદેશ જઈ અભ્યાસ કરવા માંગતા હતા. આથી દેશની બહાર જવાના રસ્તાઓ શોધવા માટે તેઓ દિલ્હી ગયા. તેમણે પોતાના એક પઠાણ મિત્રની મદદ લીધી જે ભૂતકાળમાં તેમના સહ-વિદ્યાર્થી હતો. પરંતુ આ મિત્રે પોલીસને તેના ઠેકાણાની માહિતી આપી દગો આપ્યો હતો. []

અશફાક ઊલ્લા ખાનને ફૈઝાબાદની જેલમાં બંદી બનાવવામાં આવ્યા અને તેમના પર ખટલો ચાલ્યો. તેમનો ભાઈ રિયાસતુલ્લાહ ખાન વકીલ હતા. જ્યારે જેલમાં હતા ત્યારે અશફાકુલ્લા નિયમિત રીતે કુરાન વાંચતા અને નમાજ઼ પઢતા. રમઝાન મહિના દરમિયાન તેમણે કડક રોઝા પણ કર્યા હતા. કાકોરી લૂંટના કેસની અંતમાં ફેંસલો સંભળાવતા ન્યાયાધીશે બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી અને ઠાકુર રોશન સિંહને મૃત્યુ દંડ ફરમાવ્યો હતો. અન્યોને આજીવન કારાવાસની સજા થઈ હતી.[][]

મૃત્યુ અને વારસો

[ફેરફાર કરો]

અશફાક ઊલ્લા ખાનને ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ ના દિવસે ફૈઝાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.[] આ ક્રાંતિકારી માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ, તેની સ્પષ્ટ વિચારસરણી, હિંમત, દ્રઢતા અને નિષ્ઠાને કારણે ભારતીય લોકોમાં શહીદ અને દંતકથા સમાન બની રહ્યો. [][][]

લોકપ્રિય પ્રસાર માધ્યમમાં ચિત્રણ

[ફેરફાર કરો]

અશફાકુલ્લાહ ખાન અને તેના દેશબંધુઓની ક્રાંતિને હિન્દી ફિલ્મ રંગ દે બસંતી (૨૦૦૬) માં દર્શાવવામાં આવી છે, જેમાં તેમના પાત્રને કૃણાલ કપૂરે ભજવ્યું હતું.[] સ્ટાર ભારત પરની ટેલિવિઝન સિરીઝ ચંદ્રશેખરમાં ચેતન્ય અદિબે ખાનનું પાત્ર ભજવ્યું હતું.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. S. Waris 2003, p. 8-14.
  2. RAO, N. P. SHANKARANARAYANA (January 2014). Ashfaqulla Khan (અંગ્રેજીમાં). Litent.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "Ashfaqulla Khan: The Immortal Revolutionary". Government of India website. મૂળ માંથી 2002-11-05 પર સંગ્રહિત. મેળવેલ 27 August 2019.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Sameer (22 October 2017). "Ashfaqulla Khan, freedom fighter neglected on his 117th birth anniversary". મેળવેલ 27 August 2019.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Singh, Aparna (2 August 2004). "Daredevilry of sons of the soil". The Times of India (newspaper). મેળવેલ 2018-01-07.
  6. S. Ravi (22 March 2018). "Wielding the pen and pistol". મેળવેલ 27 August 2019.
  7. Tributes paid to martyr Ashfaqulla Khan સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન The Tribune (India newspaper), Published 22 October 2015, Retrieved 27 August 2019
  8. Rang De Basanti (2006) film on IMDb website Retrieved 28 August 2019
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
અશફાક ઊલ્લા ખાન
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?