For faster navigation, this Iframe is preloading the Wikiwand page for હરીન્દ્ર દવે.

હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
જન્મહરીન્દ્ર જયંતીલાલ દવે
(1930-09-19) September 19, 1930 (ઉંમર 93)
ખંભરા, ગુજરાત, ભારત
મૃત્યુMarch 29, 1995(1995-03-29) (ઉંમર 64)
મુંબઈ
વ્યવસાયલેખક, કવિ, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણબી.એ., એમ.એ.
સક્રિય વર્ષો૧૯૪૮-૧૯૯૫
જીવનસાથીજયલક્ષ્મી
સંતાનોરોહિત, પ્રકાશ, દીપક

હરીન્દ્ર જયંતીલાલ દવે (૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૦ - ૨૯ માર્ચ, ૧૯૯૫) ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર હતા.

તેમનો જન્મ ખંભરા, કચ્છમાં થયો હતો.

અભ્યાસ

[ફેરફાર કરો]

તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. પછીથી ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી.[]

વ્યવસાય

[ફેરફાર કરો]

૧૯૫૧ થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૩ માં ફરી જનશક્તિ માં જોડાયા મુખ્ય તંત્રી તરીકે અને ત્યાર બાદ જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ- પ્રવાસી નાં મુખ્ય તંત્રી તરીકે અંતિમ દિવસ સુધી કાર્યરત રહ્યા.

સાહિત્ય

[ફેરફાર કરો]

તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) એમના ગઝલસંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહના ભાવસંવેદનને અભિવ્યક્ત કરતાં અન્ય ગીતોમાં રહેલું છે. ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં....’ જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે. એમનાં ગીતોમાં લયહલક અને ભાવમાધુર્ય છે. ‘મૌન’ (૧૯૬૬)માં બહુધા ઉત્તમ ગીતો સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ (૧૯૭૭) નામે કરેલા સંપાદનમાં બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’ (૧૯૭૨)માં એમની મુક્તક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને લયબદ્ધ કવિતા પણ એમણે રચી છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’ (૧૯૭૫)માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે આધુનિકતાની પરવા વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપી છે. અન્યોના સહયોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યાં છે.

એમની પહેલી નવલકથા ‘અગનપંખી’ (૧૯૬૨) છે. પણ એમને આધુનિક નવલકથાકારોની પંગતમાં બેસાડનાર પ્રયોગશીલ અને વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ (૧૯૬૬) છે. વિદ્વદભોગ્ય આ કૃતિમાં પ્રણય અને તજજન્ય વેદનાનાં વ્યંજનાપૂર્ણ ચિત્રણો છે અને એમાં એકાધિક પાત્રયુગ્મોને મૂકીને લેખકે સંરચનાનો વિશિષ્ટ પ્રયોગ સિદ્ધ કર્યો છે. ૧૯૬૮માં પ્રગટ થયેલી ‘અનાગત’ નલકથાનું કાઠું લઘુનવલનું છે. પ્રણય ને વેદનાસભર એકલતાને જીવતાં-જીરવતાં બે પાત્રોની આ કથામાં અન્ય પાત્રોની જીવનચેતના પણ સરસ નિરૂપણ પામી છે. કૃતિનાં રચનાવિધાન અને ભાષા કવિ હરીન્દ્રનો નોખો પરિચય કરાવી રહે છે. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ (૧૯૭૦) છે. અહીં નારદની કૃષ્ણશોધ વર્ણવાઈ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે.

એમની નવલકથાઓમાં મહદંશે વર્તમાન યુગનાં સ્ત્રી-પુરુષોની સંવેદનજન્ય સમસ્યાઓ આકારિત થઈ છે. એમની કેટલીક નવલોમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ પછીથી વર્ણવાઈ છે. આ પ્રકારની કૃતિઓ ‘સુખ નામનો પ્રદેશ’ (૧૯૭૬) થી પ્રારંભાઈ છે. ‘સંગ-અસંગ’ (૧૯૭૯)માં સાધુસંતોના આંતરજીવનના પ્રશ્નોનાં ચારુ આલેખનો મળે છે; ‘લોહીનો રંગ લાલ’ (૧૯૮૧) સમસ્યાને કથીને અટકી જાય છે; ‘ગાંધીની કાવડ’ (૧૯૮૪)માં સાંપ્રત રાજકારણ ઉપર કટાક્ષ છે. આમ, એમની કૃતિઓમાં વિષય અને નિરૂપણનું વૈવિધ્ય છે. એ કશા ચોકઠામાં બદ્ધ રહેનારા લેખકોમાંના નથી. જીવનની વાસ્તવિકતાને નવલકથામાં કળાત્મક અભિવ્યક્તિ આપવામાં એમને ઠીકઠીક સફળતા મળી છે.

‘યુગે યુગે’ (૧૯૬૯) એમનું દીર્ઘ નાટક છે. ‘કવિ અને કવિતા’ (૧૯૭૧) કવિતાના આસ્વાદનું પુસ્તક છે. ‘ગાલિબ’ (૧૯૬૯), ‘દયારામ’ (૧૯૬૫), ‘મુશાયરાની કથા’ (૧૯૫૯), ‘સ્વામી નારાયણ સંપ્રદાય’ (૧૯૭૦) જેવી પુસ્તિકાઓ પરિચયાત્મક છે. ‘ઉમાશંકર જોશી’ (૧૯૮૬) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું એમનું પુસ્તક છે.

‘કૃષ્ણ અને માનવ સંબંધો’ (૧૯૮૨)માં એમણે કૃષ્ણસંબંધે માનવીય ચિંતન પેશ કર્યું છે. અહીં એમની દ્રષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. ‘નીરવ-સંવાદ’ (૧૯૮૦)માં એમના ચિંતનલેખો છે. ‘વેરાતું સ્વપ્ન ઘુંટાતુ સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય છે. ‘શબ્દ ભીતર સુધી’ (૧૯૮૭) નિબંધસંગ્રહ છે. ‘મધુવન’ (૧૯૬૨) એમનું ગઝલ-સંપાદન છે.

‘પિંજરનું પંખી’, ‘ધરતીનાં છોરું’, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ’- આ ચાર અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પણ કર્યા છે.

'માધવ ક્યાંય નથી (૧૯૭૦)' હરીન્દ્ર દવેની નવલકથા. અહીં દેહધારણથી દેહવિલય સુધીના કૃષ્ણ જીવન અને એમનાં કાર્યોનું આલેખન નારદની ભાવનાપ્રધાન દ્રષ્ટિથી થયું છે. કૃષ્ણના આંશિક રૂપ સમા નારદ પોતાની સમગ્રતારૂપી કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે તેમાં વર્તમાન જીવનમાં ખંડિત વ્યક્તિત્વ વડે અખંડ વ્યક્તિત્વને પામવાની જીવતા માણસની અભીપ્સા જોઈ શકાય. કૃષ્ણના જન્મની એંધાણી મળતાં જ તેમને મળવા નીકળતા નારદ દર વખતની જેમ થોડા મોડા પડે છે; અને અંતે કૃષ્ણે જીવનલીલા સંકેલી દીધી એ પછી જ તેમનાં દર્શન પામે છે. કૃષ્ણકથાના ચમત્કારોનું નિવારણ લેખકે કેટલાક ચમત્કારોને કથામાંથી ગાળી નાખીને, કેટલાકને બુદ્ધિગ્રાહ્ય ઘટનારૂપે નિરૂપીને, તો કેટલાકને ભાવનાશીલ પાત્રોની દ્રષ્ટિથી નિરૂપીને કર્યું છે. કૃતિની ભાષામાં કાવ્યાત્મકતાનો સ્પર્શ વર્તાય છે.

  • કવિતા - આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે (સમગ્ર કવિતાનો સંગ્રહ)
  • નવલકથા - અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધી ની કાવડ, મોક્ષ, મોટા અપરાધી મહેલમાં.
  • નાટક - યુગે યુગે, સંધ્યાકાળે પ્રભાતફેરી
  • વિવેચન - દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ, વિવેચનની ક્ષણો , કલમની પાંખે.
  • નિબંધ - નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા
  • સંપાદન - મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક
  • ધર્મ - સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા, કથા રામની- વ્યથા માનવની
  • અનુવાદ - પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવ અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ
  • અંગ્રેજી - The Cup Of Love.

પારિતોષિક

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. 1. Sahitya Akademi. પૃષ્ઠ 907–908. ISBN 978-81-260-1803-1.
  2. Subodh Kapoor (2002). The Indian Encyclopaedia: Gautami Ganga -Himmat Bahadur. New Delhi: Cosmo Publications. પૃષ્ઠ 2718. ISBN 978-81-7755-266-9. મેળવેલ 9 April 2017.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
હરીન્દ્ર દવે
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?