For faster navigation, this Iframe is preloading the Wikiwand page for શંકરસિંહ વાઘેલા.

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા
ગુજરાતના ૧૨મા મુખ્યમંત્રી
પદ પર
૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ – ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭
પુરોગામીસુરેશભાઈ મહેતા
અનુગામીદિલીપ પરીખ
પૂર્વ સંસદ સભ્ય
બેઠકકપડવંજ
અંગત વિગતો
જન્મ૨૧ જુલાઇ, ૧૯૪૦
વસાણ, ગાંધીનગર, ગુજરાત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૭૦―૧૯૯૬)
રાષ્ટ્રીય જનતા પાર્ટી (૧૯૯૬―૧૯૯૮)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૯૮―૨૦૧૭)
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (૨૦૧૯―૨૦૨૦)
જીવનસાથીગુલાબ બા
સંતાનો૩ પુત્રો
નિવાસસ્થાનગાંધીનગર
વેબસાઈટશંકરસિંહ વાઘેલા
February 25, 2006
સ્ત્રોત: [૧]

શંકરસિંહ વાઘેલા (જન્મ: ૨૧ જુલાઈ ૧૯૪૦) રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા (કોંગ્રેસ) છે. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા અને લોકોમાં "લોકનેતા બાપુ" તરીકે લોકચાહના મેળવી હતી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું હતું.[સંદર્ભ આપો] તેઓ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.[]

પ્રારંભિક વર્ષો

[ફેરફાર કરો]

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો.[] તેમની માતાનું નામ નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું. તેમના માતા-પિતાને કુલ છ સંતાન હતા. શંકરસિંહનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા.[ક્યાં?] તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

રાજકીય આંદોલનમાં ભૂમિકા

[ફેરફાર કરો]

શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સક્રિય સભ્ય હતા પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.

પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ

[ફેરફાર કરો]

તેમણે ૧૯૭૭માં ૬ ઠ્ઠી, ૯ મી, ૧૦ મી, ૧૩ મી અને ૧૪ મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેઓ ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. ૧૯૭૭ થી ૧૯૮૦ દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને ૧૯૮૦થી ૧૯૯૧ સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ તરીકે સેવા આપેલી.

૧૯૯૫માં ભાજપ ૧૨૧ બેઠક જીતીને સત્તામાં આવી. ત્યારે તેઓ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની સીએમ તરીકેની પસંદગી કરી હતી. આ કારણે તેમનાં સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા ૨૦મી ઓગસ્ટ ૧૯૯૬ના રોજ, સમર્થકો સાથે, ભાજપથી અલગ થયા. ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના ૧૨ મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી.

મે, ૨૦૦૪માં તેઓને કેન્દ્રિય કપડા મંત્રીનો પદભાર સોંપાયો હતો. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી

શંકરસિંહ વાઘેલાની ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC) ના ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.

ગુજરાતની ૧૩મી વિધાનસભામાં તેઓની વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ થયેલી હતી.

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ

[ફેરફાર કરો]

વાઘેલાએ ૨૦૧૭માં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને પાછળથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.[] ૨૦૨૦માં વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું અને પછીથી પાર્ટીમાંથી છૂટા પડ્યા.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Official biographical sketch in Parliament of India website સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૭ ના રોજ વેબેક મશિન.
  2. "Gujarat polls: Both Narendra Modi and Shankersinh Vaghela have to take on internal rivals too 5082002". m.indiatoday.in. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૭.
  3. PTI (2017-07-24). "Shankersinh Vaghela resigns as leader of opposition in Gujarat assembly". Livemint (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-09.
  4. Jun 3, TNN | Updated:; 2020; Ist, 10:41. "Shankersinh Vaghela removed, Jayant Patel back as Gujarat NCP chief | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-09.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
શંકરસિંહ વાઘેલા
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?