For faster navigation, this Iframe is preloading the Wikiwand page for રીવા જિલ્લો.

રીવા જિલ્લો

રીવા જિલ્લો
તામસા નદી પરનો પુરવા ધોધ
તામસા નદી પરનો પુરવા ધોધ
રીવા જિલ્લાનું મધ્ય પ્રદેશમાં સ્થાન
રીવા જિલ્લાનું મધ્ય પ્રદેશમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ (રીવા): 24°33′N 81°17′E / 24.55°N 81.29°E / 24.55; 81.29
દેશ ભારત
રાજ્યમધ્ય પ્રદેશ
પ્રાંતરીવા પ્રાંત
મુખ્યમથકરીવા
સરકાર
 • લોક સભા મતવિસ્તારરીવા (લોક સભા મતવિસ્તાર)
વિસ્તાર
 • કુલ૬,૨૪૦ km2 (૨૪૧૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૩,૬૫,૧૦૬
 • ગીચતા૩૮૦/km2 (૯૮૦/sq mi)
વસ્તી વિષયક
 • સાક્ષરતા73.42%
 • લિંગ પ્રમાણ930
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગોNH 7, NH 27, NH 75
વેબસાઇટrewa.nic.in/en/

રીવા જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ૫૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રીવા જિલ્લાનું મુખ્ય મથક રીવા શહેરમાં આવેલું છે.

રીવા જિલ્લો ૨૪ ૧૮’ અને ૨૫ ૧૨’ ઉત્તર અક્ષાંસ અને ૮૧ ૨’ અને ૮૨ ૧૮’ વચ્ચે આવેલો છે.[] જિલ્લાની ઉત્તરે ઉત્તર પ્રદેશ, પૂર્વ અને અગ્નિ ખૂણામાં સીધી જિલ્લો, દક્ષિણમાં શાહડોલ જિલ્લો, અને પૂર્વમાં સતના જિલ્લો આવેલા છે. રીવા જિલ્લો રીવા પ્રાંતનો ભાગ છે અને ૬,૨૪૦ ચો.કિમી. વિસ્તાર ધરાવે છે.[] તેનો આકાર સમદ્રિબાજુ ત્રિકોણ જેવો બને છે અને પાયો સતના જિલ્લા સાથે સરહદ બનાવે છે.[]

હઝૂર, સિરમોર અને મઉગંજ તાલુકાઓ કૈમૂર પર્વતમાળાની વચ્ચે દક્ષિણમાં આવેલા છે. ઉત્તરમાં રીવા ઉચ્ચપ્રદેશમાં બિંજ પહાર આવેલું છે. ઉત્તરમાં તિઓન્થર તાલુકો આવેલો છે, જે ઉચ્ચપ્રદેશના અન્ય તાલુકાઓથી અલગ ભુપૃષ્ઠ ધરાવે છે. રીવાના ઉચ્ચપ્રદેશમાં દક્ષિણથી ઉત્તર જતા ઊંચાઇમાં ઘટાડો થાય છે. કૈમૂર પર્વતમાળા સમુદ્ર સપાટીથી ૪૫૦ મીટરની ઊંચાઇએ છે, જ્યારે તિઓન્થર ૧૦૦ મીટરની ઊંચાઇ ધરાવે છે.

જિલ્લાની નદીઓનું પાણી ગંગા, તામસા અને સોણ નદીઓની ઉપનદીઓમાં વહી જાય છે.[] બિછિયા નદી રીવા શહેરની મધ્યમાંથી વહે છે.

ક્યોતિ ધોધ

તામસા નદી અને તેની ઉપનદીઓ રીવા ઉચ્ચપ્રદેશમાંથી વહે છે ત્યારે વિવિધ જળધોધોનું સર્જન કરે છે. બિહર નદી પર ચચાઈ ધોધ (૧૨૭ મીટર), મહાના નદી પર ક્યોતિ ધોધ (૯૮ મીટર), ઓડી નદી પર ઓડી ધોધ (૧૪૫ મીટર) તેમજ તામસા નદી પર પુરવા ધોધ (૭૦ મીટર) જાણીતા ધોધ છે.[]

તાલુકાઓ

[ફેરફાર કરો]

રીવા જિલ્લાને ૧૧ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યો છે.

  1. ગુર્હ
  2. હનુમાના
  3. હઝૂર
  4. જાવા
  5. મંગવાન
  6. મઉગંજ
  7. નઇ ગરહી
  8. રાયપુર-કર્ચુલિયાન
  9. સેમારીઆ
  10. સિરમોર
  11. તિયોન્થર

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રીવા જિલ્લો ૨૩,૬૩,૭૪૪ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે,[] જે લાટવિયા દેશ[] અથવા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની વસ્તી બરાબર છે.[] વસ્તીની દ્રષ્ટિએ ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી તેનો ૧૯૧મો ક્રમ આવે છે.[] જિલ્લાની વસ્તી ગીચતા ૩૭૪ વ્યક્તિ/ચોરસ કિમી છે.[] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વસ્તી વૃદ્ધિ દર ૧૯.૭૯% રહ્યો છે.[] રીવામાં જાતિ પ્રમાણ ૯૩૦ છે,[] અને સાક્ષરતા દર ૭૩.૪૨% છે.[]

હિંદી અહીંની અધિકૃત અને મુખ્ય ભાષા છે. અગારિયા અહીંની અન્ય ભાષા છે, જે આશરે ૭૨,૦૦૦ લોકો દ્વારા બોલાય છે;[] બાઘેલી ભાષા, જે હિંદી સાથે ૭૨-૯૧% સમાનતા ધરાવે છે,[] (જર્મન ભાષા અંગ્રેજી સાથે ૬૦% સમાનતા ધરાવે છે)[૧૦] તે બાઘેલખંડમાં આશરે ૭૮,૦૦,૦૦૦ લોકો દ્વારા બોલાય છે;[] અને ભારીયા ભાષા, જે દ્વવિડિયન મૂળની ભાષા છે અને ૨,૦૦,૦૦૦ ભારીયા આદિવાસી લોકો દ્વારા બોલાય છે અને દેવનાગરી લિપીમાં લખાય છે.[૧૧]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

દેવકોઠાર ઇ.સ. પૂર્વે ૩જી સદીમાં મૌર્ય સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત બૌદ્ધ સ્તુપ માટે જાણીતું છે. રીવા જિલ્લાનો વિસ્તાર પ્રાચીન દક્ષિણપંથ વ્યાપાર માર્ગ વચ્ચે આવતો હતો, જે પાટલીપુત્ર થી પ્રતિષ્ઠાના (મહારાષ્ટ્ર) સુધી જતો હતો. ગોવિંદગઢ તેના સફેદ વાઘ માટે જાણીતું છે. ભારતભરમાં માત્ર અહીં જ સફેદ વાઘ જોવા મળે છે.[]

અન્ય સ્થળો

[ફેરફાર કરો]
  • લક્ષ્મણબાગ કિલ્લો
  • બઘેલા સંગ્રહાલય કિલ્લો
  • પચમથા મંદિર
  • ચિરહુલા મંદિર
  • મહા મૃત્યુંજય મંદિર
  • દેવતાલાબ જળ ધોધ
  • ચચાઈ ધોધ
  • બહુતી ધોધ
  • ક્યોતિ ધોધ
  • પુરવા ધોધ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Rewa district". Rewa district administration. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૦.
  2. "Rewa". mponline. મૂળ માંથી 2010-07-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૦.
  3. ૩.૦ ૩.૧ પંડ્યા, ગિરીશભાઈ (જાન્યુઆરી ૨૦૦૪). ગુજરાતી વિશ્વકોષ. ૧૮. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૮૧-૨૮૨.
  4. K. Bharatdwaj. Physical Geography: Hydrosphere. Google books. પૃષ્ઠ ૧૫૪. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૦.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 27 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Latvia 2,204,708 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. New Mexico - 2,059,179
  8. M. Paul Lewis, સંપાદક (૨૦૦૯). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (૧૬ આવૃત્તિ). Dallas, Texas: SIL International. મેળવેલ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧.
  9. ૯.૦ ૯.૧ M. Paul Lewis, સંપાદક (૨૦૦૯). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (૧૬ આવૃત્તિ). Dallas, Texas: SIL International. મેળવેલ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧.
  10. M. Paul Lewis, સંપાદક (૨૦૦૯). "English". Ethnologue: Languages of the World (૧૬ આવૃત્તિ). Dallas, Texas: SIL International. મેળવેલ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧.
  11. M. Paul Lewis, સંપાદક (૨૦૦૯). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (૧૬ આવૃત્તિ). Dallas, Texas: SIL International. મેળવેલ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]


{{bottomLinkPreText}} {{bottomLinkText}}
રીવા જિલ્લો
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?