For faster navigation, this Iframe is preloading the Wikiwand page for રામનારાયણ પાઠક.

રામનારાયણ પાઠક

આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૨૦૧૬) મશીન ભાષાંતરનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેની ચકાસણી જાતે કરી ભાષાંતર યોગ્ય છે કે નહી તે જોવું. નીચી કક્ષાના લેખ અથવા સંદર્ભ વગરના લેખનું ભાષાંતર ન કરશો. બીજી ભાષાના સંદર્ભની ચકાસણી કરવી. ભાષાંતર કર્યા પછી 'આંતરવિકિ ભાષાઓની કડીમાં ફેરફાર કરો' દ્વારા તમે જે ભાષામાંથી અહીં લાવ્યા છો તે પાનું જરૂર જોડો. અથવા તમે ચર્ચાના પાને ઢાંચો ((Translated page)) મુકી શકો છો. ભાષાંતર કરવા માટે તમે ભાષાંતર સાધન વાપરી શકો છો. વધુ માહિતી માટે વિકિપીડિયા:ભાષાંતર (અંગ્રેજીમાં) જુઓ.

રામનારાયણ વિ. પાઠક
જન્મનું નામ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
જન્મરામનારાયણ વિશ્વનાથ પાઠક
(1887-04-09)9 April 1887
ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો
મૃત્યુ21 August 1955(1955-08-21) (ઉંમર 68)
મુંબઈ
ઉપનામદ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
વ્યવસાયકવિ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, પિંગળશાસ્ત્રી
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • બી.એ.
  • એલ.એલ.બી.
માતૃ શિક્ષણ સંસ્થાવિલ્સન કોલેજ, મુંબઈ
સમયગાળોગાંધી યુગ
નોંધપાત્ર સર્જનો
  • બૃહદ પિંગળ
નોંધપાત્ર પુરસ્કારો
  • નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૯)
  • સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૫૬)
જીવનસાથીહીરા પાઠક
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓધીરુભાઈ ઠાકર

રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફ, શેષ, સ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો.

રામનારાયણ વિશ્વનાથ પાઠક અને ચુનીલાલ મડિયા

તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ગણોલ ગામમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં તેમાં તેમનો જીવ ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.

તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.

અંગત જીવન

[ફેરફાર કરો]

તેમના બીજા લગ્ન હીરા પાઠક સાથે થયેલા, જેઓ કવિયત્રી અને વિવેચક હતા. તેમને કોઇ સંતાન નહોતું. હીરા પાઠકે તેમના અવસાન પામેલા પતિ રામનારાયણને સંબોધીને લખેલ કવિતાનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત પ્રશસ્તિ પામેલા વિવેચન ગ્રંથો આપણું વિવેચનસાહિત્ય અને કાવ્યાનુભવ પણ લખ્યા હતા.[][]

વિવેચન ગ્રંથો

[ફેરફાર કરો]
  • અર્વાચીન ગુજરાતી કાવ્યસાહીત્ય (૧૯૩૩)
  • નર્મદાશંકર કવિ (૧૯૩૬)
  • અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો (૧૯૩૮)
  • કાવ્ય ની શક્તિ (૧૯૩૯)
  • સાહિત્યવિમર્શ (૧૯૩૯)
  • નર્મદ : અર્વાચીન ગધ્યપધ્યનો આધ્ય પ્રણેતા (૧૯૪૫)
  • સાહિત્યલોક (૧૯૫૪)
  • નભોવિહાર (૧૯૬૧)
  • આકલન (૧૯૬૪)
  • કાવ્યપરિશીલન (૧૯૬૫), નગિનદાસ પારેખ સાથે
  • શરદ્સમિક્શા (૧૯૮૦)

વાર્તાસંગ્રહો

[ફેરફાર કરો]
  • દ્વિરેફ ની વાતો – ૧ (૧૯૨૮)
  • દ્વિરેફ ની વાતો – ૨ (૧૯૩૫)
  • દ્વિરેફ ની વાતો – ૩ (૧૯૪૨)
  • ચુંબન અને બીજી વાતો (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪) આ એક યુરોપિયન વાર્તાનો અનુવાદ છે.

વાર્તાઓ

[ફેરફાર કરો]
  • મુકુન્દરાય
  • રજ્નું ગજ
  • ખેમી
  • બુદ્વીવિજય
  • સૌભાગ્યવતી
  • જમનાનું પૂર
  • કમાલ જમાલની વાર્તા

નાટ્યસંગ્રહ

[ફેરફાર કરો]
  • ફુલાંગાર અને બીજી કૃતિઓ (૧૯૫૯)

કાવ્યસંગ્રહ

[ફેરફાર કરો]
  • રાણક્દેવી (૧૯૨૧) તેમણે “જાત્રાળુ” ઉપનામથી આ એક્માત્ર કાવ્ય લખ્યું હતુ.
  • શેષનાં કાવ્યો (૧૯૩૮)
  • વિશેષ કાવ્યો (૧૯૫૯) રા. વિ. પાઠક નો મર્ણોપરાંત કાવ્યસંગ્રહ

પિંગળગ્રંથો

[ફેરફાર કરો]
  • પ્રાચીન ગુજરાતી છંદો
  • બૃહદપિંગળ (૧૯૫૫)
  • મધ્યમ પિંગળ (આ ગ્રંથ મૃત્યુના કારણે અધુરો રહ્યો હતો)

નિબંધસંગ્રહ

[ફેરફાર કરો]

તેમણે નીચેના હળવા નિબંધો લખ્યાં છે.

  • સ્વૈરવિહાર – ૧ (૧૯૩૧)
  • સ્વૈરવિહાર – ૨ (૧૯૩૭)

મનોવિહાર (૧૯૫૬) માં ગંભીર નિબંધો આપેલા છે.

સન્માન

[ફેરફાર કરો]

ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે.[] તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ ‍(૧૯૪૦) માટે તેમને ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[][]

૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • પાઠક, જયંત (૨૦૦૭). રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક). સાહિત્ય-સર્જક શ્રેણી (2nd આવૃત્તિ). અમદાવાદ: આદર્શ પ્રકાશન. ISBN 978-81-904605-5-2.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૨૪. ISBN 978-0-313-28778-7. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૭.
  2. "Beyond The Beaten Track - Ramnarayan Pathak". Gujaratilexicon.com. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૭.
  3. ૩.૦ ૩.૧ Borisagar, Bhavesh (૨૦૧૬). "Chapter 1". Translation Of Selected Short Stories Of Ramnarayan Pathak From Gujarati Into English With A Critical Introduction (PDF) (Ph.D). Saurashtra University. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૭.
  4. "સવિશેષ પરિચય: રામનારાયણ વિ. પાઠક". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
રામનારાયણ પાઠક
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?