For faster navigation, this Iframe is preloading the Wikiwand page for પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ.

પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ

પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ
આંગ્લ-મરાઠા યુદ્ધો નો ભાગ
તિથિ ૧૭૭૫-૧૭૮૨
સ્થાન પૂણે
પરિણામ મરાઠા વિજય[][]
યોદ્ધા
અંગ્રેજ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય
સેનાનાયક
વૉરન હેસ્ટિંગ્સ[]
  • જનરલ ગોડાર્ડ[]
મહાડજી શીંદે[]
  • નાના ફડણવીસ
  • માધવરાવ[]
  • હરિપંત ફડકે
શક્તિ/ક્ષમતા
કુલ ૯૩,૦૦૦ સૈનિકો[][]

૨૩ મનવારો[]

આશરે ૧,૪૬,૦૦૦ સૈનિકો[૧૦][૧૧]

૧૪ મનવારો[૧૨]

મૃત્યુ અને હાની
આશરે ૩૪,૦૦૦ મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થયા[૧૩][૧૪] આશરે ૨૬,૦૦૦ મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થયા[૧૫][૧૬]

પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ એ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે લડાયેલ ત્રણ યુદ્ધોમાંનું પ્રથમ યુદ્ધ હતું. યુદ્ધની શરુઆત સુરતની સંધિ વડે થઈ અને અંત સાલબાઇની સંધિ વડે.

પશ્ચાદભૂ

[ફેરફાર કરો]

૧૭૭૨માં માધવરાવ પેશ્વાના મૃત્યુ બાદ તેમના ભાઈ નારાયણરાવ મરાઠા સામ્રાજ્યના પેશ્વા બન્યા. નારાયણ રાવ (૧૦ ઓગષ્ટ ૧૭૫૫- ૩૦ ઓગષ્ટ ૧૭૭૩) એ મરાઠા સામ્રાજ્યના પાંચમા પેશ્વા હતા અને તેઓ નવેમ્બર ૧૭૭૨થી ઓગષ્ટ ૧૭૭૩ સુધી આ પદ પર રહ્યા. તેમની હત્યા તેમના જ શાહી અંગરક્ષકોએ ૧૭૭૩માં કરી હતી. તેમની વિધવા ગંગાબાઇએ તેમના મૃત્યુપર્યંત એક પુત્રને જન્મ આપ્યો જે ગાદીનો કાયદેસર વારસ હતો. આ પુત્રને 'સવાઇ' માધવરાવ નામ આપવામાં આવ્યું. નાના ફડણવીસના નેતૃત્વ હેઠળ બાર મરાઠા સરદારોએ બાળકને પેશ્વા બનાવી અને કારભારી હસ્તક વહીવટ ચલાવવા પ્રયાસ કર્યો.

આ દરમિયાન રઘુનાથરાવ સત્તા છોડવા ન માગતા હતા અને તેમણે બોમ્બે સ્થિત અંગ્રેજો પાસે સહાય માંગી અને ૬ માર્ચ ૧૭૭૫ના રોજ સુરતની સંધિ પર હસ્તાક્ષર કર્યા. સંધિ અનુસાર, સાલસેત્તે અને વસઈની જમીન રઘુનાથરાવ અંગ્રેજોને હસ્તક કરે અને સુરત અને ભરુચ જિલ્લાના મહેસુલમાં હિસ્સો અંગ્રેજોને સોંપે. તેના બદલામાં અંગ્રેજોએ રઘુનાથરાવને ૨,૫૦૦ સૈનિકો પૂરા પાડવા.

કલકત્તા સ્થિત અંગ્રેજ સમિતિએ સુરતની સંધિની ટીકા કરી અને તે રદ કરી અને કારભારીઓ સાથે નવી સંધિ કરવા કર્નલ અપટનને પુણા ખાતે રવાના કર્યા. ૧ માર્ચ ૧૭૭૬ના રોજ પુરંધરની સંધિ કરવામાં આવી અને તેના દ્વારા સુરતની સંધિ રદ થઈ અને રઘુનાથરાવને નિવૃત્ત કરી અને તેમના પ્રયોજનને નિષ્ફળ કરી દેવામાં આવ્યા. પરંતુ, અંગ્રેજોએ સાલસેત્તે અને ભરુચના મહેસુલનો  હક્ક પોતાની પાસે રાખ્યો. બોમ્બે સરકારે આ સંધિને નકારી અને રઘુનાથરાવને આશ્રય આપ્યો. ૧૭૭૭માં નાના ફડણવીસે કલકત્તા સાથેની સંધિ શરતોનો ભંગ કર્યો અને ફ્રેન્ચોને પશ્ચિમી તટ પર બંદર આપ્યું. અંગ્રેજોએ તેના વિરોધમાં પુણે તરફ સૈન્ય રવાના કર્યું.

કર્નલ કિટીંગના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય સુરતથી પૂણે જવા માર્ચ ૧૫, ૧૭૭૫ના રોજ નીકળ્યું. પરંતુ તેને હરિપંત ફડકે દ્વારા અડાસ પાસે રોકવામાં આવ્યું અને તે માર્ચ ૧૮, ૧૭૭૫ના રોજ સંપૂર્ણ રીતે પરાજીત થયું.[૧૭] અડાસની લડાઈમાં અંગ્રેજો અને રઘુનાથરાવના પક્ષે ૯૬ સૈનિકોની ખુવારી હતી અને મરાઠા પક્ષે ૧૫૦ જેટલી હતી.[૧૮]

વોરન હેસ્ટિંગ્સના અંદાજ અનુસાર પૂણા પર સીધો હુમલો નુક્શાનકારક સાબિત થાય તેમ હતો. આથી, કલકત્તા સ્થિત સમિતિએ સુરતની સંધિની ટીકા કરી.


વડગાંવ

[ફેરફાર કરો]

૧૭૭૬માં ફ્રાન્સ અને પુના સરકાર વચ્ચેની સંધિ બાદ બોમ્બે સરકારે હુમલો કરી અને રાઘોબાને ફરી પોતાના પદ પર નિયુક્ત કરવા નિર્ણય કર્યો. અંગ્રેજોએ કર્નલ એગર્ટનની આગેવાની હેઠળ સૈન્ય મોકલ્યું જે ખોપોલી માર્ગે આગળ વધી અને પશ્ચિમ ઘાટ ભોર ઘાટ ખાતેથી પાર કરી અને કરલા તરફ આગળ વધ્યું. આ આગેકૂચ દરમિયાન મરાઠાઓ દ્વારા સતત હુમલા કરવા છતાં તે કરલા ખાતે જાન્યુઆરી ૪, ૧૭૭૯ રોજ પહોંચવામાં સફળ થયું. ત્યારબાદ અંગ્રેજો વડગાંવ તરફ પીછેહઠ કરવા મજબુર થયા અને ત્યાં તેમને ઘેરી લેવામાં આવ્યા. અંગ્રેજો જાન્યુઆરી ૧૬, ૧૭૭૯ના રોજ વડગાંવની સંધિ પર સહમતી આપવા મજબુર થયા અને આમ, મરાઠાઓ વિજયી રહ્યા.[૧૯]

બોમ્બેના સૈન્યની સહાય માટે ઉત્તર ભારતથી કર્નલ (પાછળથી જનરલ) થોમસ વિન્ડમ ગોડાર્ડના નેતૃત્વ હેઠળ આવી રહેલ સૈન્યને પહોંચવામાં વિલંબ થયો. અંગ્રેજ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સે વડગાંવની સંધિને નકારી અને જણાવ્યું કે બોમ્બે સ્થિત અંગ્રેજ અધિકારીઓને આ સંધિ કરવા કાયદાકીય સત્તા નહોતી અને કર્નલ ગોડાર્ડને આ વિસ્તારમાં અંગ્રેજ હિતોના રક્ષણ કરવા આદેશ આપ્યો.

ફેબ્રુઆરી ૧૫, ૧૭૭૯ના રોજ ગોડાર્ડે ૬,૦૦૦ સૈનિકોની મદદથી ભદ્રનો કિલ્લો પર હુમલો કર્યો અને અમદાવાદ પર કબ્જો કર્યો. કિલ્લામાં ૬,૦૦૦ આરબ અને સિંધી પાયદળ સૈનિકોની છાવણી હતી અને ૨,૦૦૦ અશ્વ હતા. લડાઈમાં ૧૦૮ સૈનિકો મૃત્યુ પામ્યા જેમાં બે અંગ્રેજો સામેલ હતા.[૨૦][૨૧][૨૨] ડિસેમ્બર ૧૧, ૧૭૮૦ના રોજ ગોડાર્ડે વસઈ પર પણ કબ્જો કર્યો. બંગાળથી કેપ્ટન પોફમના નેતૃત્વ હેઠળ રવાના કરાયેલ વધુ એક સૈન્ય ટુકડીએ ઓગષ્ટ ૪, ૧૭૮૦ના રોજ ગોહાડના રાણાની મદદથી ગ્વાલિયર પર કબ્જો કર્યો. આ હુમલો અચાનક કરાતાં મહાડજી સિંધિયાને તૈયારી કરવા સમય નહોતો મળ્યો. જનરલ ગોડાર્ડ અને મહાડજી સિંધિયાના સૈન્યો વચ્ચે ગુજરાતમાં અથડામણો થઈ હતી પણ તેમનું કોઈ પરિણામ નહોતું આવ્યું. હેસ્ટિંગ્સે મહાડજી સિંધિયાને રંજાડવા મેજર કામાકના નેતૃત્વ હેઠળ વધુ એક સૈન્ય મોકલ્યું હતું.[૨૩]

મધ્ય ભારત અને ડેક્કન

[ફેરફાર કરો]
અંગ્રેજો પર મરાઠાઓના વિજયના પ્રતિકરુપે વડગાંવ, પૂણે ખાતે ઉભો કરાયેલ વિજય સ્તંભ
વડગાંવ ખાતે માહિતી આપતી તકતી

વસઈ પરના કબ્જા બાદ ગોડાર્ડ પૂણા તરફ આગળ વધ્યા પરંતુ બોરઘાર-પરશુરંભા ખાતે હરિપંત ફડકે અને તુકોજી હોલકરના સૈન્યએ એપ્રિલ ૧૭૮૧માં તેને પરાજય આપ્યો.

ફેબ્રુઆરી ૧૭૮૧માં શીંદેને પાછળ રાખી અને સિપ્રી પર કબ્જો કરવામાં અંગ્રેજો સફળ રહ્યા.[૨૪] પરંતુ, ત્યારબાદના અંગ્રેજોના દરેક પગલે તેમના કરતા મોટું સૈન્ય તેમનો પડછાયા પેઠે પીછો કરતું રહ્યું. અંગ્રેજોની પુરવઠા રેખા કપાઇ ગઈ અને માર્ચમાં પુરવઠા માટે અંગ્રેજોએ રાત્રિ દરમિયાન દુઃસાહસી હુમલો કર્યો અને પુરવઠા ઉપરાંત તોપ અને હાથીઓ પણ કબ્જે કર્યા ત્યાં સુધી તેઓ પુરવઠા વિના રહ્યા.[૨૫] ત્યારબાદ, શીંદેના સૈન્ય તરફથી અંગ્રેજોને હુમલાનો ભય આંશિક રીતે ઘટી ગયો.

જ્યારે બન્ને પક્ષો સમાન તાકાત ધરાવતા હતા, તે જ સમયે મહાડજી સિંધિયાએ સિરોંજ ખાતે મેજર કામાક પર મોટો વિજય મેળવ્યો,[૨૬] આ પરાજયનો બદલો માર્ચ ૨૪, ૧૮૮૧ના રોજ કામાકે  દુર્દાહની લડાઈ દરમિયાન લીધો.[૨૭]

પોફમ અને કામાકની સહાય માટે કર્નલ મુરે એપ્રિલ ૧૭૮૧માં નવા સૈન્ય સાથે આવી પહોંચ્યા. સિપ્રી ખાતેના પરાજય બાદ મહાડજી સિંધિયા સાવચેત બન્યા હતા અને અંતે જુલાઈ ૧, ૧૭૮૧ના રોજ મુરેના સૈન્યને તેમણે કારમી હાર આપી. આ ક્ષણે મહાડજી હરાવવા માટે અત્યંત બળવાન દુશ્મન જણાતા હતા.

સાલબાઇની સંધિ

[ફેરફાર કરો]

ગ્વાલિયરથી ૩૨ કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત સાલબાઇ ખાતે ૧૭ મે ૧૭૮૨ના રોજ સાલબાઇની સંધિ પર હસ્તાક્ષર થયા અને હેસ્ટિંગ્સે તેને જૂન ૧૭૮૨માં અને નાના ફડણવીસે ફેબ્રુઆરી ૧૭૮૩માં સહમતી આપી. આ સંધિ દ્વારા પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધનો અંત આવ્યો.[૨૮]

લોકપ્રિય માધ્યમોમાં

[ફેરફાર કરો]

૨૦૧૩માં પ્રદર્શિત હોલીવુડ ચલચિત્ર ''ધ લવર્સ''નું કથાનક આ યુદ્ધના પશ્ચાદભૂમાં દર્શાવાયું છે.[૨૯]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Encyclopedia of the Peoples of Asia and Oceania: M to Z, Barbara A. West, 509
  2. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  3. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  4. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  5. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  6. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  7. Encyclopedia of the Peoples of Asia and Oceania: M to Z
  8. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  9. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  10. Encyclopedia of the Peoples of Asia and Oceania: M to Z
  11. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  12. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  13. Encyclopedia of the Peoples of Asia and Oceania: M to Z
  14. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  15. Encyclopedia of the Peoples of Asia and Oceania: M to Z
  16. The First Anglo-Maratha War, 1774-1783: A Military Study of Major Battles, M. R. Kantak
  17. The Great Maratha by N.G.Rahod p.11
  18. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. પૃષ્ઠ 53–56. ISBN 9788131300343.Check date values in: 2014 (help)
  19. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. પૃષ્ઠ 56–58. ISBN 9788131300343.Check date values in: 2014 (help)
  20. "Bhadra Fort to turn into heritage hangout!". The Times of India. Ahmedabad. TNN. June 12, 2009. મૂળ માંથી ફેબ્રુઆરી 16, 2013 પર સંગ્રહિત. મેળવેલ January 17, 2013.Check date values in: June 12, 2009 (help)
  21. Duff, James Grant (1826) [Oxford University]. A History of the Mahrattas. 2. London: Longman, Rees, Orme, Brown, and Green.Check date values in: 1826 (help)
  22. Beveridge, Henry (1862) [New York Public Library]. A comprehensive history of India, civil, military and social. Blackie. પૃષ્ઠ 456–466.Check date values in: 1862 (help)
  23. Camac (not to be confused with Carnac!) received his promotion to Lieutenant-Colonel while on this mission
  24. Duff, James Grant A History of the Mahrattas London, Longman (1826), via Google Books, accessed 2008-01-27
  25. Mill, James option=com_staticxt&staticfile=show.php%3Ftitle=843&chapter=79955&layout=html&Itemid=27 The History of British India, vol. 4, chapter 6, London, Baldwin (1826), via oll.libertyfund.org, accessed 2008-01-27
  26. Battles of the Honourable East India Company: Making of the Raj by M.S.Naravane p.62
  27. Dictionary of Battles and Sieges by Tony Jaques p.320
  28. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. પૃષ્ઠ 63. ISBN 9788131300343.Check date values in: 2014 (help)
  29. http://timesofindia.indiatimes.com/entertainment/marathi/movies/news/Atul-Kulkarni-Milind-Gunaji-Roland-Joffe-Singularity-The-Lovers-Bipasha-Basu-Abhay-Deol-Ajay-Zankar-Aishwarya-Rai-Vivek-Oberoi/articleshow/34926960.cms?

વધુ વાંચન

[ફેરફાર કરો]
  • Beck, Sanderson. India & Southeast Asia to 1800 (2006) "Marathas and the English Company 1701-1818" online. Retrieved Oct. 1, 2004.
  • Gordon, Stewart. Marathas, marauders, and state formation in eighteenth-century India (Oxford University Press, 1994).
  • Gordon, Stewart. "The Marathas," in New Cambridge History of India, II.4, (Cambridge U Press, 1993).
  • Seshan, Radhika. "The Maratha State: Some Preliminary Considerations." Indian Historical Review 41.1 (2014): 35-46. online
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?