For faster navigation, this Iframe is preloading the Wikiwand page for તારક મહેતા.

તારક મહેતા

તારક મહેતા
તારક મહેતા અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૯
તારક મહેતા અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૯
જન્મ(1929-12-26)December 26, 1929
અમદાવાદ, ગુજરાત
મૃત્યુMarch 1, 2017(2017-03-01) (ઉંમર 87)
વ્યવસાયઅધિકારી, લેખક
શિક્ષણબી.એ., એમ.એ.
નોંધપાત્ર પુરસ્કારોપદ્મશ્રી
જીવનસાથીઓ
  • ઇલા દોશી
    (છૂટાછેડા 1969)
  • ઇંદુ મહેતા (લ. 2002)

તારક જનુભાઈ મહેતા ‍‍(૨૬ ડિસેમ્બર ૧૯૨૯ - ૧ માર્ચ ૨૦૧૭) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા.[][] તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.

વ્યવસાય

[ફેરફાર કરો]

તેઓ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી, ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી અને ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાંતલેખક અને ગૅઝેટેડ અધિકારી રહ્યા હતા.

સાહિત્ય

[ફેરફાર કરો]

એમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે.

તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

[ફેરફાર કરો]

હિંદીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે.[] પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક 'દુનિયાને ઉંધા ચશ્માં'ના આધારે તૈયાર થઇ છે.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

તારક મહેતા ૨૦૦૦ની સાલ પછી અમદાવાદમાં તેમની બીજી પત્નિ ઇંદુ સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્નિ ઇલા (અવસાન: ૨૦૦૯)જેઓ પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં, પણ તેમની બાજુની ઇમારતમાં રહેતા હતા. તેમની પુત્રી ઇશાની યુ.એસ.એ. ખાતે રહે છે.[][]

પુરસ્કારો

[ફેરફાર કરો]
તારક મહેતાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરતા ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. ૩૦ માર્ચ ૨૦૧૫.

તારક મહેતાને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[][] ૨૦૧૧માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૭માં રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મરણોત્તર એનાયત થયો હતો.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Contemporary Indian theatre: interviews with playwrights and directors. Sangeet Natak Akademi. ૧૯૮૯. પૃષ્ઠ ૧૫૯. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદમાં નિધન, પરિવારજનોએ દેહદાન કરવાનો લીધો નિર્ણય". ચિત્રલેખા. ૧ માર્ચ ૨૦૧૭. મૂળ માંથી 2017-03-07 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૭.
  3. "Laughing away to success". Indian Express. ૩૦ જુલાઇ ૨૦૧૦.
  4. "Comedy Inc!". Indian Express. ૨ જુલાઇ ૨૦૧૦.
  5. "Tarak Mehta is 'booked'!". DNA (newspaper). ૯ માર્ચ ૨૦૦૯.
  6. "Tragedy strikes Tarak Mehta". The Times of India. ૧૪ જુલાઇ ૨૦૦૯. મૂળ માંથી 2012-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-21.
  7. "૨૦૧૫ના પદ્મ પારિતોષિકો". Press Information Bureau. મૂળ સંગ્રહિત માંથી 2015-01-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૫.
  8. "Tarak Mehta gets an award from Gujarat Government=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭". INDIA NEW ENGLAND NEWS. મૂળ માંથી 2017-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-13.
  9. "સર્વપ્રિય હાસ્યલેખક તારક મહેતા 'રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક'થી સમ્માનિત". ચિત્રલેખા. ૩૧ માર્ચ ૨૦૧૭. મૂળ માંથી 2017-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
તારક મહેતા
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?