ઘોરવાડા (તા. હિંમતનગર)
ઘોરવાડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°35′42″N 72°57′44″E / 23.594959°N 72.962227°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
તાલુકો | હિંમતનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
ઘોરવાડા (તા. હિંમતનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા હિંમતનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ઘોરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
નામ
[ફેરફાર કરો]ઘોરવાડા નામકરણ ઘોરા નામના લોઢા શાખના રબારી ના નામ પરથી પડેલ છે, કહેવાય છે ઘોરો રબારીને સાત ભાઈઓ હતા જે હાલના વિજાપુર તાલુકાના આગલોડ ગામથી આવી સાતેય ભાઈઓએ જુદી જુદી જગ્યાએ સાત ગામ વસાવ્યા જેમ કે જાંબા એ જાંબુડી, ઘોરા એ ઘોરવાડા, તીતા એ તીતપુર વગેરે
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.