For faster navigation, this Iframe is preloading the Wikiwand page for કો-તક-ઇન.

કો-તક-ઇન

અમિતાભ બુદ્ધ, કો-તક-ઇન 

કો-તક-ઇન (English:Kōtoku-in) (Japanese:高徳院) એ જાપાનના કાનાગાવા રાજ્યના કામાકુરા નગરમાં આવેલ જોદો-શુ સંપ્રદાયનું બૌદ્ધ મંદિર છે.

આ મંદિર તેના "વિશાળ બુદ્ધ" અર્થાત "દાઈબુત્સુ"(大仏 Daibutsu?), જે એક કાંસાની વિશાળ અમિતાભ બુદ્ધની પ્રતિમા છે, માટે જાણીતું છે. ખુલ્લા પરિસરમાં આવેલી આ પ્રતિમા જાપાનના સૌથી જાણીતા ચિહ્નોમાંની એક છે.

વિશાળ બુદ્ધ પ્રતિમા

[ફેરફાર કરો]
૧૯૩૦નું પ્રવાસી પોસ્ટર 
અંદરની રચના
પ્રતિમાના બાંધકામને વર્ણવતી માહિતી

કામાકુરાની આ વિશાળ બુદ્ધ પ્રતિમા એ ખુલ્લા પરિસરમાં આવેલી કાંસાની અમિતાભ બુદ્ધની પ્રતિમા છે. કો-તક-ઇન મંદિર ખાતે આવેલી આ પ્રતિમા મંદિરના સુત્રો મુજબ ૧૨૫૨માં બાંધવામાં આવેલી હોવાનું મનાય છે. આ પ્રતિમા પૂર્વે અહી વિશાળ લાકડાની પ્રતિમા હતી જેને દસ વરસની મેહનતે ૧૨૪૩માં પૂર્ણ કરવામાં આવી હતી. તે માટેની ધનરાશિ ઇનાડા-નો-ત્સુબોને નામની સ્ત્રી અને જોકો નામના બૌદ્ધ સાધુ દ્વારા ઊભી કવામાં આવી હતી. ૧૨૪૮માં આવેલા વાવાઝોડાથી આ પ્રતિમા અને તે જે વિશાળ ખંડમાં હતી તે બંને નાશ પામ્યા. આથી જોકો એ કાંસાની પ્રતિમા અને નવો વિશાળ ખંડ બાંધવાની જાહેરાત કરી અને નવી ધનરાશિ ઊભી કરી.[] નવી કાંસાની પ્રતિમા ઓનો ગોરેમોન[] અથવા તાનજી હિસાતોમો[] ઘડવામાં આવેલી હશે.[] એક સમયે આ પ્રતિમા સોનાનો ઢોળ ચઢાવેલ હશે કારણકે પ્રતિમાના કાન પાસે આજે પણ કેટલાક સોનાના નિશાન છે.[]

નવી પ્રતિમા જેમાં હતી તે નવો ખંડ ૧૩૩૪માં આવેલ વાવાઝોડામાં નાશ પામ્યો. ફરી બનાવેલો ખંડ ૧૩૬૯ના વાવાઝોડામાં નાશ પામ્યો અને ફરી નવો ખંડ બાંધવામાં આવ્યો.[] અંતિમ ખંડ પણ ૨૦ સપ્ટેંબર૧૪૯૮ના સુનામીમાં નાશ પામ્યો.[] ત્યારથી આ પ્રતિમા ખુલ્લા પરિસરમાં જ છે.[]

નીચેના આસન સાથે આ પ્રતિમાની ઊંચાઈ ૧૩.૩૫ મીટર (૪૩.૮ ફીટ) છે[] જયારે અંદાજીત વજન ૯૩ ટન છે. પ્રતિમા અંદરથી પોલી છે અને મુલાકાતી અંદર જઈ શકે છે.[] એક સમયે પ્રતિમાના આસનને ૩૨ કાંસાના બનેલા કમળદલ હતા જેમાંથી માત્ર ચાર જ બચ્યા છે અને તે પણ તેના સ્થાને નથી.[] મંદિરના પરિસરના દરવાજે લખેલ છે, ''હે અપરિચિત, તારી કળા જે હોય તે અને તારો ધર્મ પણ જે હોય તે, આ અભયારણ્યમાં પ્રવેશતા પૂર્વે એ યાદ રાખજે કે તું જે સ્થળે દાખલ થઇ રહ્યો છે તે સદીઓની પૂજા દ્વારા પવિત્ર થયેલું છે. આ બુદ્ધનું મંદિર અને શાશ્વત દ્વાર છે અને તેથી આદરપૂર્વક અંદર પ્રવેશ કરજે."[૧૦]

૧૯૨૩ના ભૂકંપમાં પ્રતિમાના આસનને નુકશાન થયેલું ૧૯૨૫માં સમારકામ કરવામાં આવ્યું.[] ૧૯૬૦-૧૯૬૧માં પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું જે અંતર્ગત પ્રતિમાના ગળાની મજબૂતાઈ વધારવામાં આવી અને તેને ભૂકંપથી બચાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી.[]

પ્રતિમા અને તેની પર બેઠેલું કબુતર જેથી પ્રતિમાના કદનો ખ્યાલ આવે.
પ્રતિમાનીપાછળનીબાજુઆવેલીખુલ્લીબારીઓ
  • વજન: 121 tonnes (267,000 pounds)[૧૧]
  • ઊંચાઈ: 13.35 metres (43.8 ft)
  • ચહેરાની લંબાઈ: 2.35 metres (7 ft 9 in)
  • આંખની લંબાઈ: 1.0 metre (3 ft 3 in)
  • મુખની લંબાઈ: 0.82 metres (2 ft 8 in)
  • કાનની લંબાઈ: 1.90 metres (6 ft 3 in)
  • ઢીંચણથી ઢીંચણની લંબાઈ: 9.10 metres (29.9 ft)
  • અંગુઠાનો વ્યાસ: 0.85 metres (2 ft 9 in)

રૂડ્યાર્ડ કિપલિંગની કવિતા

[ફેરફાર કરો]

રૂડ્યાર્ડ કિપલિંગની નવલકથા કિમ (૧૯૦૧) ના શરૂઆતના પ્રકરણોની પેહલા આ પ્રતિમાનો ઉલ્લેખ કરતી કવિતાઓ છે. આ કવિતાઓ લેખકે ૧૮૯૨માં આ પ્રતિમાની મુલાકાત લીધા બાદ લખેલી હતી.[૧૨] આ કવિતા સંપૂર્ણપણે ધ ફાઈવ નેશન (૧૯૦૩) માં છાપવામાં આવેલી છે.[૧૨]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Takao Sato (સંપાદક). Daibutsu: The Great Buddha of Kamakura. Hobundo. પૃષ્ઠ 7.
  2. Frédéric, Louis.
  3. Kate Tsubata (May 25, 2008). "The Great Buddha at Kamakura". The Washington Times. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  4. The New Official Guide, Japan[૧] Japan Travel Bureau (1975) p.404
  5. "Kotoku-in (The Great Buddha)". Kamakura Today. 2002. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  6. ૬.૦ ૬.૧ Tsuji, Yoshinobu (1983). "Study on the Earthquake and the Tsunami of September 20, 1498". માં Iida, Kumiji; Iwasaki, Toshio (સંપાદકો). Tsunamis: Their Science and Engineering, Proceedings of the International Tsunami Symposium, 1981. Tokyo: Terra Scientific Publishing (Terrapub). પૃષ્ઠ 185–204. ISBN 90-277-1611-0.
  7. "An Overview of the Great Buddha" Kotoku-in Official Website.
  8. Takao Sato (સંપાદક). Daibutsu: The Great Buddha of Kamakura. Hobundo. પૃષ્ઠ 14.
  9. Takao Sato (સંપાદક). Daibutsu: The Great Buddha of Kamakura. Hobundo. પૃષ્ઠ 16.
  10. Takao Sato (સંપાદક). Daibutsu: The Great Buddha of Kamakura. Hobundo. પૃષ્ઠ 18.
  11. "Information about Daibutsu onsite". મૂળ માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-08.
  12. ૧૨.૦ ૧૨.૧ Rudyard Kipling, "The Buddha at Kamakura".

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

Coordinates: 35°19′01″N 139°32′09″E / 35.31684°N 139.53573°E / 35.31684; 139.53573

{{bottomLinkPreText}} {{bottomLinkText}}
કો-તક-ઇન
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?