For faster navigation, this Iframe is preloading the Wikiwand page for ઇડર રજવાડું.

ઇડર રજવાડું

ઇડર સ્ટેટ

ઇડર રાજ્ય
૧૨૫૭–૧૯૪૮
ઇડર રજવાડુંનો ધ્વજ
ધ્વજ
ઇડર રજવાડું નું Coat of arms
Coat of arms
રાજધાનીઇડર
સામાન્ય ભાષાઓગુજરાતી
સરકારસંપૂર્ણ રાજાશાહી
ઇતિહાસ 
• Established
૧૨૫૭
• ભારતમાં સમાવેશ
૧૯૪૮
પછી
ભારત
ઇડરના મહારાજા પ્રતાપસિંહ.

ઇડર રજવાડું, જે ઇડર સ્ટેટ તરીકે પણ ઓળખાય છે, તે વર્તમાનના ગુજરાત રાજ્યમાં આવેલું એક રજવાડું હતું. બ્રિટીશરાજ દરમિયાન, તે બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગની અંદર, મહીકાંઠા એજન્સીનો એક ભાગ હતું.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ઇડર રાજ્ય એક રજવાડું હતું જેની સ્થાપના ૧૨૫૭માં થઈ હતી. તેના શાસકો રાઠોડ રાજપૂતો હતા.[][] ઇડરના મૂળ શાસકો ભાલસુર કબીલાના કોળી હતા. છેલ્લા કોળી શાસકનો વિજયનગરના રાઠોડ રાજપૂતો દ્વારા પરાજય થયો. રાઠોડોએ ૧૨ પેઢી સુધી ઇડર પર રાજ કર્યું, ત્યારબાદ તેઓ ઈ.સ. ૧૬૫૬માં મુરાદ બક્ષના નેતૃત્વ હેઠળ મુઘલો વડે પરાજિત થયા.

ત્યારબાદ ઇડર ગુજરાતના મુઘલ પ્રાંતનો એક ભાગ બન્યું. ઈ. સ. ૧૭૨૯માં જોધપુરના મહારાજાના ભાઈઓ આનંદસિંહ અને રાયસિંહે બળજબરીથી ઇડર પર કબજો કર્યો. તેઓએ ઇડર, અહમદનગર, મોડાસા, બાયડ, હરસોલ, પ્રાંતિજ અને વિજાપુર જિલ્લાઓને કબજે કર્યા. અન્ય પાંચ જિલ્લાઓને તેમના નવા રાજ્યનાં ખંડિયાં રાજ્ય બનાવવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૭૫૩માં દામાજી ગાયકવાડના નેતૃત્વમાં મરાઠાઓ દ્વારા રાજ્યને ટૂંક જ સમયમાં તેમના રાજ્યમાં સામેલ કરવામાં આવ્યું હતું અને આનંદસિંહ યુદ્ધમાં માર્યા ગયા હતા. જ્યારે રાયસિંહને તેના ભાઈના મૃત્યુ વિશે જાણ થઈ ત્યારે તેમણે એક સેના ભેગી કરી અને ફરી એકવાર ઇડર પર કબજો કર્યો; તેમણે આનંદસિંહના પુત્રને ગાદી પર બેસાડ્યા અને પોતે તેમના વાલી બન્યા. ઈ.સ. ૧૭૬૬માં રાયસિંહના મૃત્યુ પછી, મરાઠાઓએ ફરી એકવાર ઇડરને ધમકી આપી હતી, જેના પરિણામે આનંદસિંહના પુત્ર રાવસીઓ સિંહે, પ્રાંતિજ અને વિજાપુર જિલ્લાઓને પેશ્વા તથા મોડાસા, બાયડ અને હરસોલને ગાયકવાડને સોંપવાની સંમતિ આપી હતી.[]

ઈ.સ. ૧૮૭૫માં ઇડર રાજ્યની આવક £ ૬૦,૦૦૦ હતી અને તેણે બરોડા રાજ્યના ગાયકવાડને £૩,૦૩૪ની ખંડણી આપી હતી. ઈ. સ. ૧૮૭૫માં રાજ્યની વસ્તી ૨,૧૭,૩૮૨ હતી. તેના શાસકો જોધા પરિવારના રાઠોડ રાજપૂત હતા અને ૧૫ તોપોની સલામીના હકદાર હતા.[]

ઈ.સ. ૧૯૨૪માં ઇડરને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીનો ભાગ બનાવવામાં આવ્યું. ઈ.સ. ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં તેને રાજપૂતાના એજન્સીમાં ખસેડવામાં આવ્યું હતું. ૧૦ જૂન ૧૯૪૮ના દિવસે ઇડર ભારતીય સંઘનો ભાગ બન્યો. ૧૯૪૯માં તેનું વિસર્જન થયું અને તેનું તત્કાલીન સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લામાં વિભાજન થયું. તે સમયે આ જિલ્લાઓ બોમ્બે રાજ્યનો ભાગ હતા.[] ઈ. સ. ૧૯૬૦માં ગુજરાત રચાયું ત્યારે બંને જિલ્લાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals by Tony McClenaghan, pg 179
  2. Dhananajaya Singh (1994). The House of Marwar. Lotus Collection, Roli Books. પૃષ્ઠ 13. He was the head of the Rathore clan of Rajputs, a clan which besides Jodhpur had ruled over Bikaner, Kishengarh, Idar, Jhabhua, Sitamau, Sailana, Alirajpur and Ratlam, all States important enough to merit gun salutes in the British system of protocol. These nine Rathore States collectively brought to India territory not less than 60,000 square miles in area.
  3. he Imperial Gazetteer of India pg. 198
  4. The Imperial Gazetteer of India pg 196–198
  5. Columbia-Lippincott Gazetteer, p. 824
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
ઇડર રજવાડું
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?