For faster navigation, this Iframe is preloading the Wikiwand page for આયુર્વેદ.

આયુર્વેદ

આયુર્વેદના પ્રણેતા બ્રહ્મા જેમણે બ્રહ્મસંહિતાની રચના કરી

આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્વ(મન) અને આત્મા ના સંયોગનું નામ આયુ છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. પ્રાણ યુક્ત શરીરને જીવિત કહેવાય છે. આયુ અને શરીરનો સંબંધ શાશ્વત છે. આયુર્વેદમાં આ વિષયમાં વિચાર કરાયો છે. ફળસ્વરુપ એ પણ શાશ્વત છે. જે વિદ્યા દ્વારા આયુષ્યને લગતાં સર્વપ્રકારના જ્ઞાતવ્ય તથ્યોંનું જ્ઞાન મળી શકે અથવા જેને અનુસરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય એ તંત્રને આયુર્વેદ કહેવાય. આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ માનવામા આવે છે.

આ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે. તેથી આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે. આયુર્વેદમાં આયુષ્ય હિત (પથ્ય આહારવિહાર), અહિત (અપથ્ય આહારવિહાર), રોગના નિદાન અને વ્યાધિની ચિકિત્સા કહેવાય છે. પથ્ય આહારનું સેવન તેમ જ અપથ્ય આહારનો ત્યાગ કરવાથી મનુષ્ય પૂર્ણ રુપથી સ્વસ્થ રહી શકે છે. આયુર્વેદ અનુસાર સ્વસ્થ વ્યક્તિ જ જીવનના પરમ લક્ષ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પુરુષાર્થ ચતુષ્ટયંની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. એટલે શરીરની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપતાં આયુર્વેદ કહે છે કે ધર્મ અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. બધી જ રીતે વિશેષ રુપથી શરીરની રક્ષા કરવી જોઇએ.

ભાવ પ્રકાશ, આયુર્વેદના પ્રસિદ્ધ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જે શાસ્‍ત્ર દ્વારા આયુષ્યનું જ્ઞાન, હિત અને અહિત આહારવિહારનું જ્ઞાન, વ્‍યાધિ નિદાન તથા શમનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ શાસ્‍ત્રનું નામ આયુર્વેદ છે.

આયુર્વેદનો પ્રારંભ અને વિકાસ

[ફેરફાર કરો]
આયુર્વેદનાં દેવતા ધન્‍વન્‍તરિ
નાગાર્જુન આયુર્વેદના ભિષજ્

આયુર્વેદના ઇતિહાસ પર જો નજર નાખીએ તો એની ઉત્‍પત્તિ મહર્ષિ દેવતા બ્રહ્માજી દ્વારા થઇ. જેમણે બ્રહ્મસંહિતાની રચના કરી. કહેવાય છે કે બ્રહ્મસંહિતામાં દસ લાખ શ્‍લોક તથા એક હજાર અઘ્‍યાય હતા, પરંતુ આધુનિક કાળમાં આ ગ્રંથ ઉપલબ્‍ધ નથી.

આયુર્વેદના જ્ઞાનના આદિ સ્ત્રોત વેદને માનવામાં આવે છે. જોકે આયુર્વેદનું વર્ણન ચારોં વેદોંમાં કરવામાં આવ્યું છે, પણ અથર્વવેદ સાથે અધિક સામ્‍યતા હોવાને કારણે મહર્ષિ સુશ્રુતજીએ ઉપાંગ અને મહર્ષિ વાગ્‍ભટ્ટજીએ ઉપવેદને સ્ત્રોત તરીકે ગણાવ્યું છે. મહર્ષિ ચરકજીએ પણ અથર્વવેદ સાથે સૌથી વધુ વિવરણ મળવાને કારણે આયુર્વેદને અર્થવવેદ સાથે જોડ્યું છે.

આ કડીમાં ઋગ્વેદ માં આયુર્વેદને ઉપવેદ સંજ્ઞા આપવામાં આવી છે. મહાભારતમાં પણ આયુર્વેદને ઉપવેદ કહેવામાં આવ્યો છેઢાંચો:તથ્ય. પુરાણોંમાં પણ વર્ણન પ્રાપ્‍ત થાય છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવ્યો છે. વાસ્‍તવમાં કોઇપણ વૈદિક સાહિત્‍યમાં આયુર્વેદ શબ્‍દનું વર્ણન મળતું નથી, છતાં મહર્ષિ પાણિનિ દ્વારા રચિત ગ્રંથ અષ્‍ટાધ્‍યાયીમાં આયુર્વેદ શબ્‍દ પ્રાપ્‍ત થાય છે.

આયુર્વેદનું સમ્‍પૂર્ણ વર્ણન પ્રમુખ રૂપે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યું છે. અન્‍ય સંહિતાઓં જેમ કે કાશ્‍યપ સંહિતા, હરીત સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે, પણ તે સમ્‍પૂર્ણ નથી. અષ્ટાઙ્ગ સંગ્રહ, અષ્ટાઙ્ગ હૃદય, ભાવ પ્રકાશ, માધવ નિદાન ઇત્‍યાદિ ગ્રંથોંનું સૃજન ચરક અને સુશ્રુતને આધાર બનાવી રચના કરવામાં આવી છે. સમય પરિવર્તનની સાથે સાથે નિદાનાત્‍મક અને ચિકિત્‍સકીય અનુભવોને લેખકોએ પોતપોતાના દૃષ્ટિકોણ અને વિચારને અનુકૂળ સમજીને સંસ્‍કૃત ભાષામાં લિપિબદ્ધ કર્યા.

આયુર્વેદનો ઉદ્દેશ

[ફેરફાર કરો]

સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ચાહતી હોય, સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે, પરન્તુ સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઇ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમ જ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. ઋષિ જાણતા હતા કે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ સ્વસ્થ જીવન વડે જ મળે તેથી એમણે આત્માના શુદ્ધિકરણ ની સાથે શરીરના શુદ્ધિકરણ તેમ જ સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે.

આયુર્વેદના વિકાસ ક્રમ અને વિકાસના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરવાથી સમજાય છે કે આદિ કાળના પૂર્વજો રોંગોથી મુક્તિ મેળવવા માટે જે જંગલી જડ઼ીબૂટ્ટીઓનો, રહેણીકરણી અને અન્‍ય પદાર્થોને રોગાનુસાર આરોગ્‍યાર્થ સ્‍વરૂપમાં સ્‍વીકાર કર્યો. આ બધું જ્ઞાન એમણે પેઢી દરપેઢી વારસામાં આપતા ગયા. આ બધું જ જ્ઞાન શ્રુતિ અને સ્‍મૃતિ પર આધારિત રહ્યું. કાળક્રમે આ જ્ઞાન એક સ્‍થાન પર એકત્ર થયું. જ્યારે ગુરૂકુળોની સ્‍થાપના થઇ તો ધર્મ, કર્મ, અર્થ, કામ અને મોક્ષ ઇત્‍યાદિની પ્રાપ્તિ માટે એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તન અને મન સ્‍વસ્‍થ નહી હોય, ત્યાં સુધી આ ઉદ્દેશ પ્રાપ્‍ત કરવો કઠિન છે, તેથી પહેલી આવશ્‍યકતા શરીરને સ્‍વસ્‍થ રાખવાની છે.

જ્યાં સુધી લિપિની રચના થઇ ત્યાં સુધી આ જ્ઞાન સ્‍મૃતિ અને શ્રુતિને સહારે જીવિત રહ્યું. જ્યારે લિપિની રચના થઇ ત્યારે આ જ્ઞાન પત્‍થરો તેમ જ ભોજપત્રો પર લખીને સાચવવામાં આવ્યું.

આયુર્વેદ અવતરણ

[ફેરફાર કરો]

આયુર્વેદના અવતરણ ની ઘણી દંતકથાઓ છે:

ચરક સંહિતા અનુસાર બ્રહ્મા જીએ આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને આપ્યું, દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન અશ્વિની કુમારો(બન્ને ભાઈ)ને આપ્યું, અશ્‍વનીકુમારોએ આ જ્ઞાન ઇન્‍દ્રને આપ્યું, ઇન્‍દ્રએ આ જ્ઞાન ભારદ્વાજને આપ્યું, ભારદ્વાજે આ જ્ઞાન આત્રેય પુનર્વસુને આપ્યું, આત્રેય પુનર્વસુએ આ જ્ઞાન અગ્નિવેશ, જતૂકર્ણ, ભેલ, પરાશર, હરીત, ક્ષારપાણિને આપ્યું.

સુશ્રુત સંહિતા અનુસાર બ્રહ્માજી આયુર્વેદનું જ્ઞાન દક્ષપ્રજાપતિને, દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન અશ્‍વનીકુમારને આપ્યું, અશ્‍વનીકુમારે આ જ્ઞાન ધન્‍વન્‍તરિ ને આપ્યું, ધન્‍વન્‍તરિએ આ જ્ઞાન ઔપધેનવ, વૈતરણ, ઔરભ, પૌષ્‍કલાવત, કરવીર્ય, ગોપુર રક્ષિત અને સુશ્રુતને આપ્યું. કાશ્‍યપ સંહિતા અનુસાર બ્રહ્માજીએ આયુર્વેદનું જ્ઞાન અશ્‍વની કુમારને આપ્યું અને અશ્‍વનીં કુમારે આ જ્ઞાન ઇન્‍દ્રને આપ્યું અને ઇન્‍દ્રએ આ જ્ઞાન કશ્‍યપ અને વશિષ્‍ઠ અને અત્રિ અને ભૃગુ વગેરેને આપ્યું. આ બધામાંથી એક શિષ્‍ય અત્રિએ આ જ્ઞાન પોતાના પુત્ર અને અન્‍ય શિષ્‍યોંને આપ્યું.

સૃષ્ટિના પ્રણેતા બ્રહ્મા દ્વારા એક લાખ સૂત્રોમાં આયુર્વેદનું વર્ણન કરવામાં આવ્યું અને આ જ્ઞાનને દક્ષ પ્રજાપતિએ ગ્રહણ કર્યું. એ પછી દક્ષ પ્રજાપતિએ આ જ્ઞાન સૂર્યપુત્ર અશ્વિન કુમારોને અને અશ્વિન કુમારો પાસેથી સ્વર્ગાધિપતિ ઇન્દ્રને પ્રાપ્ત થયું. આયુર્વેદનો ઇતિહાસ જોતાં ઇન્દ્ર દ્વારા આ જ્ઞાન પુનર્વસુ આત્રેયને પ્રાપ્ત થયું. શલ્ય શાસ્ત્ર રુપે મેં આ જ્ઞાન આદિ ધન્વન્તરિને પ્રાપ્ત થયું અને સ્ત્રી તેમ જ બાલ ચિકિત્સા રુપે આ જ્ઞાન ઇન્દ્ર પાસે મહર્ષિ કશ્યપને મળ્યું. ઉપરોક્ત બાબત જોતાં જણાય છે કે ભારતમાં પ્રારંભથી જ ચિકિત્સા જ્ઞાન, કાય ચિકિત્સા, શલ્યચિકિત્સા, સ્ત્રી તથા બાલરોગ ચિકિત્સા રુપે વિખ્યાત થયું હતું. ઉપરોક્ત વિશેષ કથન પરથી પ્રમાણિત થાય છે કે ચિકિત્સા કાર્ય કરવા માટે આજની રાજ આજ્ઞાને અનુરુપ ચિકિત્સા કાર્ય કરવા માટે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પાસે અનુમતિ પ્રાપ્ત કરવી આવશ્યક હતી.

ચરક સંહિતાને કાશ્‍મીર રાજ્‍યના આયુર્વેદજ્ઞ દૃઢ઼બલે પુન:સંગઠીત કર્યો. આ સમયના પ્રસિદ્ધ આયુર્વેદજ્ઞોમાં મત્‍ત, માન્‍ડવ્‍ય, ભાસ્‍કર, સુરસેન, રત્‍નકોષ, શમ્‍ભૂ, સાત્વિક, ગોમુખ, નરવાહન, ઇન્‍દ્રદ, કામ્‍બલી, વ્‍યાડિ જેવા વ્યક્તિઓએ એને વિકસિત કર્યો હતો.

મહાત્‍મા બુદ્ધના સમયમાં આયુર્વેદ વિજ્ઞાને સૌથી અધિક પ્રગતિ રસ ચિકિત્‍સા વિજ્ઞાન તેમ જ રસ વિદ્યામાં કર્યો છે. આ કારણે બૌદ્ધ યુગને રસ શાસ્‍ત્રનો સુવર્ણ યુગ કહેવાય છે.

રસ વિદ્યાનું ત્રણ ભાગોં ૧- ધાતુ વિદ્યા ૨- રસ ચિકિત્‍સા ૩- ક્ષેમ વિદ્યામાં વિભાજન થયું.

શલ્‍ય ચિકિત્‍સા પર પ્રતિબન્‍ધ

[ફેરફાર કરો]

કલિંગ વિજય પશ્‍ચાત સમ્રાટ અશોક ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત થયા અને પોતાનાં રાજ્‍યમાં રક્‍તપાત તેમ જ રક્‍તપાત સંબંધિત સમસ્‍ત કાર્યકલાપો પર પૂર્ણત: પ્રતિબન્‍ધ લાગૂ કર્યો. આ કારણે કાલાન્‍તરે શનૈ: શનૈ: આયુર્વેદમાં પ્રચલિત શલ્‍ય ચિકિત્‍સાનો અભ્‍યાસ પ્રભાવિત થયો અને અન્‍તત: એક પ્રકારે શલ્‍યચિકિત્‍સાનો લોપ થતો ચાલ્યો. પરંતુ બીજી બાજુ રસ ચિકિત્‍સામાં અદભુત રૂપથી પ્રગતિ થતી રહી. કેવળ રસૌષધિયોના બળે સાધ્‍ય, કષ્‍ટ સાધ્‍ય ઔર અસાધ્‍ય રોગોની ચિકિત્‍સા વિધિઓની શોધ કરવામાં આવી.

બૌદ્ધ યુગના સિદ્ધ આયુર્વેદજ્ઞોમાં ભગવાન બુદ્ધના શિષ્‍ય નાગાર્જુન તૃતીયે રસ વિદ્યાના ઉત્‍થાન માટે ઘણું યોગદાન આપ્યું. ભગવાન બુદ્ધના શિષ્‍યોમાં લગભગ આઠ નાગાર્જુન થયા હતા. એવું જાણવા મળે છે કે આયુર્વેદ રસ-ચિકિત્‍સા વિજ્ઞાનના ઉત્‍થાન તેમ જ શોધમાં બધા જ નાગાર્જુનોનો અમૂલ્‍ય યોગદાન રહ્યું છે.

આયુર્વેદના મૂળ સિદ્ધાન્તો

[ફેરફાર કરો]

આયુર્વેદના વિદ્વાનોએ ચિકિત્‍સા-વિધિના જ્ઞાનને તર્કયુક્‍ત બનાવવા માટે ઘણા મૂળ સિદ્ધાન્તોની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સંરચના કરી છે. આમ આ સિધ્ધાંતોની રચના કરવામાં આવી છે.

ત્રિદોષ

[ફેરફાર કરો]

મુખ્યતઃ ત્રિદોષ ત્રણ હોય છે, જેને વાત, પિત્ત અને કફ કહેવાય છે. (આને એકલ દોષ કહેવાય છે.)

જ્યારે વાત અને પિત્ત અથવા પિત્ત અને કફ અથવા વાત અને કફ આ બંને દોષ મળી જાય છે, ત્યારે આ મિશ્રણને દ્વિદોષજ કહેવાય છે.

જ્યારે વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષો એક સાથે મળી જાય છે, ત્યારે આ મિશ્રણને ત્રિદોષજ અથવા સન્નિપાતજ કહેવાય છે.

ત્રિદોષના પાંચ ભેદ

[ફેરફાર કરો]

દરેક દોષના પાંચ ભેદ આયુર્વેદના મહાનુભાવોએ નિર્ધારિત કર્યા છે.

વાત દોષના પાંચ ભેદ (૧) સમાન વાત (૨) વ્‍યાન વાત (૩) ઉદાન વાત (૪) પ્રાણ વાત (૫) અપાન વાત છે. વાત દોષને ‘’ વાયુ દોષ ‘’ પણ કહેવાય છે.

પિત્ત દોષના પાંચ ભેદ હોય છે: ૧- પાચક પિત્ત ૨- રંજક પિત્ત ૩- ભ્રાજક પિત્ત ૪- આલોચક પિત્ત ૫- સાધક પિત્ત

આ જ રીતે કફ દોષના પાંચ ભેદ હોય છે: ૧- શ્‍લેષ્‍મક કફ ૨- સ્‍નેહન(તર્પક) કફ ૩- રસન(બોધક) કફ ૪- અવલમ્‍બક કફ ૫- ક્‍લેદક કફ

આધુનિક આયુર્વેદજ્ઞો વાતાદિ દોષોના ભેદોને ફિજિયોલોજિકલ બેસિસ ઓફ ડિસીઝને સમકક્ષ માને છે. થોડા અન્‍ય વિદ્વાનો આને અસામાન્‍ય એનાબોલિઝમ ની જેમ સમઝે છે.

સપ્‍ત ધાતુ

[ફેરફાર કરો]

આયુર્વેદના મૌલિક સિધ્ધાન્‍તોમાં સપ્‍ત ધાતુઓનું ખૂબ જ મહત્‍વ છે. આ ધાતુઓને લીધે શરીરનું બંધારણ થાય છે, એ કારણે ધાતુ કહેવાય છે. એની સંખ્‍યા સાત હોય છે -

  1. રસ ધાતુ
  2. રક્‍ત ધાતુ
  3. માંસ ધાતુ
  4. મેદ ધાતુ
  5. અસ્થિ ધાતુ
  6. મજ્‍જા ધાતુ
  7. શુક્ર ધાતુ

સપ્‍ત ધાતુઓ વાતાદિ દોષો વડે કોપિત થાય છે. જે દોષની ખામી અથવા અધિકતા હોય છે, સપ્‍ત ધાતુઓ તદાનુસાર રોગ અથવા શારીરિક વિકૃતિ ઉત્‍પન્‍ન કરે છે.

આધુનિક આયુર્વેદજ્ઞો સપ્‍ત ધાતુઓને પેથોલોજિકલ બેસિઝ‍ ઓફ ડિસીસીઝને સમતુલ્‍ય માને છે.

મલ-આયુર્વેદ

[ફેરફાર કરો]

મલ ત્રણ પ્રકારના હોય છે.

  1. પુરીષ
  2. મૂત્ર
  3. સ્‍વેદ

આયુર્વેદના આઠ અઙ્ગ : અષ્ટાઙ્ગ આયુર્વેદ

[ફેરફાર કરો]

ચિકિત્‍સાના દૃષ્ટિકોણથી આયુર્વેદને આઠ અંગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એને "અષ્ટાઙ્ગ આયુર્વેદ" કહેવાય છે.

  • 1- શલ્‍ય
  • 2- શાલાક્‍ય
  • 3- કાય ચિકિત્‍સા
  • 4- ભૂત વિદ્યા
  • 5- કૌમાર ભૃત્‍ય
  • 6- અગદ તન્‍ત્ર
  • 7- રસાયન
  • 8- વાજીકરણ

આયુર્વેદમાં નવી શોધ

[ફેરફાર કરો]

આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું ચિકિત્‍સા વિજ્ઞાન છે. એને ભારતવર્ષના વિદ્વાનોએ ભારતની જળવાયુ, ભૌગોલિક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન, ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના દ્રષ્ટિકોણને ઘ્‍યાનમાં રાખી વિકસિત કર્યો.

વતર્માનમાં સ્‍વતંત્રતા મળ્યા પછી આયુર્વેદ ચિકિત્‍સા વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. ભારત સરકાર દ્વારા સ્‍થાપિત સંસ્‍થા ‘’કેન્દ્રીય આયુર્વેદ એવં સિદ્ધ અનુસં‍ધાન પરિષદ’’,[Central council for research in Ayurveda and Siddha, CCRAS]નવી દિલ્હી, ભારત, આયુર્વેદમાં કરાયેલાં અનુસન્‍ધાન કાર્યોને સમસ્‍ત દેશમાં ફેલાયેલા શોધ સન્‍સ્‍થાનોમાં સમ્‍પન્‍ન કરાવે છે. ઘણા એન.જી.ઓ. અને પ્રાઇવેટ સન્‍સ્‍‍થાનો તથા હોસ્‍પિટલો અને વ્‍યતિગત આયુર્વેદિક ચિકિત્‍સકો શોધ કાર્યોમાં સતત કાર્ય કરી રહ્યા છે.

ત્રિફલા પર શોધ

[ફેરફાર કરો]

આયુર્વેદની આ પ્રસિદ્ધ ઔષધિ પર વિશ્‍વની ઘણી વૈજ્ઞાનિક સંસ્‍થાઓમાં શોધ કાર્યો થયાં છે. ભાભા એટોમિક રિસર્ચ સેંટર , ટ્રોમ્‍બે,ગુરૂ નાનક દેવ વિશ્‍વવિદ્યાલય, અમૃતસર અને જવાહરલાલ નહેરૂ વિશ્‍વવિદ્યાલયમાં ત્રિફલા પર રિસર્ચ કર્યા પછી આ સંશોધકો નિષ્‍કર્ષ પર આવ્યા કે ત્રિફલા કેન્સરના કોષોને વધતા રોકે છે.

અશ્‍વગંધા પર શોધ

[ફેરફાર કરો]

બ્રિટનના ચિકિત્‍સા વૈજ્ઞાનિકોએ જાનવરો પર ભારતીય જડ઼ી-બૂટી અશ્‍વગંધાનો અધ્‍યયન કર્યા પછી એવો નિષ્‍કર્ષ કાઢ્યો કે એના વડે અલ્‍ઝાઇમર રોગ પર નિયંત્રણ કરી શકાય છે.

ક્ષાર સૂત્ર ચિકિત્‍સાનો હરસ-મસા અને ભગન્‍દરમાં ઉપયોગ

[ફેરફાર કરો]

શાસ્‍ત્રોક્‍ત ક્ષાર સૂત્ર ચિકિત્‍સા વડે હરસ-મસા અને ભગન્‍દર જેવા રોગો જડમૂળથી શરીરમાંથી દૂર કરી શકાય છે, આ તથ્‍યની સત્‍યતા પર અમેરિકી ચિકિત્‍સા વૈજ્ઞાનિકોએ મહોર મારી છે.

પંચકર્મમાં ઉપયોગી સ્વચાલિત મશીન

[ફેરફાર કરો]

આઈ.આઈ.ટી. Indian Institute of Technology IIT, નવી દિલ્હી અને કે.આ.સિ.અ.પ. CCRAS, નવી દિલ્હીએ સંયુક્‍ત પ્રયાસ કરી આયુર્વેદના પંચકર્મને આધુનિક રૂપ આપવા ઓટોમેટિક મશીનનું ર્નિમાણ કર્યું છે. આ મશીન કેન્‍દ્રીય આયુર્વેદ અનુસન્‍ધાન સંસ્‍થાન, રોડ નં. ૬૬, પંજાબી બાગ –વેસ્‍ટ-, નવી દિલ્હી, ભારતમાં પ્રયોગમાં લેવાઇ રહી છે.

પ્રયોગશાળા દ્વારા આયુર્વેદિક ઔષધિઓનું નિદાન

[ફેરફાર કરો]
  • એક આયુર્વેદિક ચિકિત્‍સકે દર્દીના લોહીની તપાસ દ્વારા (blood analysis) આયુર્વેદિક ઔષધિ નિદાન કરવાની વિધિ વિકસિત કરી છે. આને ‘’બ્‍લડ સિરમ ફ્લોક્યુલેશન ટેસ્‍ટ’’[Blood serum flocculation test]નું નામ આપવામાં આવ્યું છે.
  • બીમાર વ્‍યક્તિઓનું લોહી લઇ આયુર્વેદિક દવાઓનું નિદાન કરવાની એક વિધિ કેન્‍દ્રીય આયુર્વેદ અનુસન્‍ધાન સંસ્‍થાન Central Research Institute of Ayurveda-CRIA, નવી દિલ્હીમાં વિકસિત કરવામાં આવી છે. આ વિધિ પર પરીક્ષણ કાર્યો થઇ રહ્યાં છે.

શંખદ્રાવ આધારિત ઔષધિઓ

[ફેરફાર કરો]

આયુર્વેદના ગ્રંથ ‘’રસતરન્ગણી’’માં વર્ણિત શંખદ્રાવ ઔષધિને આધાર માનીને આયુર્વેદના એક ચિકિત્‍સકે ધાતુઓ અને જડી-બૂટિઓ તેમ જ જીવ જન્‍તુઓના સાર ભાગ વડે ફોસ્‍ફેટ, સલ્‍ફેટ,મ્‍યૂરિયેટ,નાઇટ્રેટ,નાઇટ્રોમ્‍યૂરિયેટ તૈયાર કર્યાં છે. ‘’શંખદ્રાવ આધારિત આયુર્વેદિક ઔષધિયાં’’ના શોધ કાર્યની સરાહના નેશનલ ઇનોવેશન ફાઉન્‍ડેશન, અમદાવાદ, ભારત દ્વારા થઇ છે. આ વિધિથી સર્પગન્‍ધા નાઇટ્રેટ, સર્પગન્‍ધા મ્‍યૂરિયેટ, સર્પગન્‍ધા સલ્‍ફેટ, સર્પગન્‍ધા ફાસ્‍ફેટ, સર્પગન્‍ધા નાઇટ્રોમ્‍યૂરિયેટ ઉપરાંત લગભગ ૭૦ કરતાં વધુ ઔષધિઓનું ર્નિમાણ તથા પરીક્ષણ કરાયું હતું.

વિદેશોમાં આયુર્વેદ પર શોધ કાર્ય

[ફેરફાર કરો]

ભારત ઉપરાંત અન્‍ય દેશોમાં જેમ કે અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, નેપાળ,મ્‍યાનમાર, શ્રી લંકા વગેરે દેશોમાં આયુર્વેદની ઔષધિઓ પર શોધ કાર્યો થઇ રહ્યાં છે.

ઇલેક્‍ટ્રોત્રિદોષગ્રામ (ઈ.ટી.જી.)-નાડી-વિજ્ઞાનનું આધુનિક સ્‍વરૂપ-આયુર્વેદના સિદ્ધાન્તોની તથ્યો આધારિત પ્રસ્‍તુતિ

[ફેરફાર કરો]

સમ્‍પૂર્ણ આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાન્તો પર આધરિત છે. ત્રિદોષ સિદ્ધાંત મુજબ વાત,પિત્ત, કફ ત્રણ દોષ શરીરમાં રોગ પૈદા કરે છે. આ દોષોનું જ્ઞાન મેળવવાનો એકમાત્ર ઉપાય નાડી પરીક્ષણ છે, જેને પ્રાપ્‍ત કરવું આસાન કાર્ય નથી. નાડી પરીક્ષણના પરિણામો જોઇ કહી નહીં શકાય કે શરીરમાં પ્રત્‍યેક દોષની કેટલી અસર છે અને આ દોષ કેટલી માત્રામાં ઉપસ્થિત છે. કેવળ માત્ર નાડી પરીક્ષણ અનુમાન પર આધારિત છે. વાત, પિત્ત, કફ દોષનું પ્રમાણ નક્કી ‘’સ્‍ટેટસ ક્‍વાન્‍ટીફાઇ’’ કરવું કઠિન કામ અવશ્‍ય છે. એનાથી અધિક કઠિન કામ વાતાદિ દોષોના પાંચ પાંચ યાને પંદર ભેદ પારખી રોગની ઉપસ્થિતિ અનુસાર જ્ઞાન પામવું. આના પછી ‘’સપ્‍ત ધાતુઓ’’ની ઉપસ્થિતિને આંકવી પણ આસાન કામ નથી. ત્રણ પ્રકારના મલ, ઓજ, સમ્‍પૂર્ણ ઓજનું આંકન કરવું અઘરું કાર્ય અવશ્‍ય છે.

એક ભારતીય, કાનપુર શહેર, ઉત્તર પ્રદેશ રાજ્‍ય નિવાસી, આયુર્વેદિક ચિકિત્‍સક ડો. દેશ બન્‍ધુ બાજપેયી એ એવી તકનીકનો વિકાસ કર્યો છે , જેનાથી આયુર્વેદના મૌલિક સિદ઼ધાંતોનો શરીરમાં કેટલો પ્રભાવ અને અસર છે, એ બધું જ્ઞાત કરી શકાય છે. આ તકનીકને ‘’ઇલેક્‍ટ્રો-ત્રિદોષ-ગ્રામ/ગ્રાફ/ગ્રાફી’’ અથવા સંક્ષિપ્‍તમાં ‘’ઈ.ટી.જી.’’ના નામથી ઓળખવામાં આવે છે. ઈ.ટી.જી. તકનીક વડે આયુર્વેદના નિદાનાત્‍મક દૃષ્ટિકોણોને નિમ્‍ન સ્‍વરૂપોમાં પ્રાપ્‍ત કરવામાં આવે છે.

  • 1-ત્રિદોષ જેવા કે વાત,પિત્ત,કફનું જ્ઞાન
  • 2-ત્રિદોષના પ્રત્‍યેકના પાંચ ભેદ નું જ્ઞાન,
  • 3-સપ્‍ત ધાતુનું આંકન, દોષ આધારિત સપ્‍ત ધાતુ
  • 4-મલનું આંકલન જેવા કે પુરીષ, મૂત્ર, સ્‍વેદ
  • 5-અગ્‍નિ બલ, ઓજ, સમ્‍પૂર્ણ ઓજ વગેરેનું આંકલન

આ મૌલિક સિદ્ધાન્‍તો ઉપરાંત ઈ. ટી. જી. તકનીક વડે આધુનિક ચિકિત્‍સા વિજ્ઞાનના નિદાનિક દ્રષ્ટિકોણને ધ્‍યાનમાં રાખતાં શરીરમાં વ્‍યાપ્‍ત બીમારીનું નિદાન કરી શકાય છે.

અ-વૈજ્ઞાનિક ચિકિત્‍સા વિજ્ઞાન

[ફેરફાર કરો]

આધુનિક ચિકિત્‍સા વિજ્ઞાન એલોપૈથીનું સમર્થન કરનારા ચિકિત્‍સા વૈજ્ઞાનિકોનું માનવું છે કે આયુર્વેદ એક અવૈજ્ઞાનિક ચિકિત્‍સા પદ્ધતિ છે. અને એનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જે પ્રકારે એલોપથીમાં રોગોનું કારણ બેક્‍ટેરિયા, ઇન્‍ફેક્‍સન, જેનેટિક આદિ હોય છે અને ઔષધિઓનું પરીક્ષણ જાનવરો પર કરવામાં આવે છે અને પરિણામ પ્રાપ્‍ત કરતાં સુધીની તમામ પ્રક્રિયા તથ્યો આધારિત [Evidence Based] હોય છે એવું આયુર્વેદમાં કંઇ પણ નથી અને સઘળું કપોલ કલ્‍પના પર આધારિત છે.

જનરલ ઓફ પોસ્‍ટ ગ્રેજ્યુએટ મેડિસિનમાં ચિકિત્‍સા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તમામ આયુર્વેદિક ઔષધિઓમાં એલોપેથિક સ્‍ટેરોઇડ મળે છે.

જનરલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનના એક અધ્‍યયન પરથી કહેવામાં આવ્યું કે એશિયાના બજારોમાંથી પ્રાપ્‍ત થતી આયુર્વેદિક દવાઓના સેમ્પલ તપાસતાં હેવી મેટલ [Heavy metals] યાને ભારે ધાતુઓ જેમ કે પારો, સીસું ઔર સંખિયા જેવા પદાર્થ ૨૦ પ્રતિશત નમૂનામાં માત્રા કરતાં અધિક પ્રાપ્‍ત થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]

ટીકા-ટિપ્પણી

[ફેરફાર કરો]

ગ્રન્થસૂચી

[ફેરફાર કરો]
  • ચરક સંહિતા
  • સુશ્રુત સંહિતા
  • વાગ્‍ભટ્ટ
  • ભાવ પ્રકાશ, રચનાકાર ભાવ મિશ્ર
  • શારંગધર સંહિતા
  • આયુર્વેદ કી નયી ખોજ, ઇલેક્‍ટરો-ત્રિદોષ-ગ્રામ, ઈ0ટી0જી0, દિ માંરલ સાપ્‍તાહિક સમાચાર પત્ર, કાનપુર, India
  • પંચકર્મ
  • રસ ચિકિત્‍સા – લેખક- ડા0 પ્રભાકર ચટર્જી
  • ભારતીય રસશાસ્‍ત્ર: લેખક- ડા0 વિશ્‍વનાથ દ્વિવેદી
  • બનૌષધિ ચન્‍દ્રોદય : લેખક – ભન્‍ડારી
  • દ્રવ્‍ય ગુણ વિજ્ઞાન : લેખક – પ્રિયવ્રત ચૌબે
  • કલ્‍યાણ આરોગ્‍ય અંક, 2001, માસિક પત્રિકા, ગોરખપુર, ઉ0પ્ર0

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
આયુર્વેદ
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?