અશ્વત્થ
લેખક | ઉશનસ્ |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
વિષય | સોનેટ, ગીત, અછાંદસ, હાઈકુ, ગઝલો અને મુક્તકો |
પ્રકાર | કાવ્ય સંગ્રહ |
પ્રકાશન સ્થળ | અમદાવાદ |
પ્રકાશિત | ૧૯૭૫ |
પ્રકાશક | વોરા એન્ડ કંપની |
માધ્યમ પ્રકાર | છાપેલું પુસ્તક |
પાનાં | ૧૩૫ |
પુરસ્કારો | સાહિત્ય અકામી પુરસ્કાર (૧૯૭૬) |
દશાંશ વર્ગીકરણ | 891.471 |
પહેલાનું પુસ્તક | સ્પંદ અને છંદ |
અશ્વત્થ એ નટવરલાલ કુબેરદાસ પંડ્યા (ઉશનસ્) લિખિત એક ગુજરાતી કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીનો ૧૯૭૬નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કૃતિને ઉશનસ્ની શ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]આ સંગ્રહમાંની કવિતાઓ તેમણે ૧૯૬૬થી ૧૯૭૩ સુધીના સમયમાં લખી હતી. આ કવિતાઓ કુમાર અને સમર્પણ જેવા ગુજરાતી સાહિત્ય સામાયિકોમાં છપાઈ હતી. આ પુસ્તક સૌપ્રથમ ૧૯૭૫માં વોરા એન્ડ કંપની દ્વારા અમદાવાદમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૨]
સાહિત્ય
[ફેરફાર કરો]આ પુસ્તકમાં ૧૨૮ કવિતાઓ સમાવવામાં આવી છે. જેમાં સોનેટ, ગીત, અછાંદસ, હાઈકુ, ગઝલો અને મુક્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાવ્ય સંગ્રહમાં પ્રકૃતિ અને પ્રણય પર મોટાભાગની કવિતાઓ લખાયેલી છે.[૩]
આ સંગ્રહની શરૂઆતમાં ‘કવિનું જાહેરનામું’ નામે એક કાવ્ય મુકવામાં આવેલું છે જેમાં તેમણે લખ્યું છે: ‘મારે આ પંચમહાભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે રહેવું છે.’ કાવ્ય સંગ્રહનું શીર્ષક તે જ નામની એક કવિતા પરથી મળ્યું છે, જેનો અર્થ પીપળો થાય છે. આ કવિતા સંસ્કૃતિના જડતા ભરેલા રીતિરિવાજો આદિ પર ક્રાંતિ કરી વિજયી બનતા તત્વને દર્શાવે છે જેને તેઓ આ શબ્દો દ્વારા વ્યક્ત કરે છે: ‘અમે જ ભીંત ફાડીને ઊગી નીકળતો પીપળો – લીલો બળવો!’[૪]
સન્માન
[ફેરફાર કરો]આ પુસ્તકને વર્ષ ૧૯૭૬નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Solanki, Kishor (1990). "Ashwattha (1975)". માં Topiwala, Chandrakant (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. 2. Ahmedabad: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 14.
- ↑ Pandya, Natwarlal 'Ushnas' (1975). Ashwattha. Ahmedabad: Vora & Company. પૃષ્ઠ 5.
- ↑ Soni, Raman (1989). "Ashwattha (1975)". માં Thakar, Dhirubhai (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. 1. Ahmedabad: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 530.
- ↑ "અશ્વત્થ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-12.
- ↑ Trivedi, Dr. Ramesh M. (2015). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan. પૃષ્ઠ 265. ISBN 978-93-82593-88-1.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.