અરબી સમુદ્ર
અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે. તે પૂર્વમાં ભારત, ઉત્તરે પાકિસ્તાન તથા ઈરાન, અને પશ્ચિમે આરબ દ્વીપકલ્પ થી ઘેરાયેલો છે. વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગોલિક સ્થળો છે. આ ઉપરાંત બાબ-અલ-માંડબની સામુદ્ર ધુની, કચ્છનો અખાત, ખંભાતનો અખાત પણ અરબસાગર માં આવેલા છે. અરબ સાગરમાં ઝાઝા દ્વીપ નથી, મુખ્ય દ્વીપમાં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતના કિનારા નજીક લક્ષદ્વીપ આવેલા છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.